સેન્સેકસ 369 અંક ઘટીને 35657 પર બંધ

251

સોમવારે સેન્સેકસ ભારે નુકશાનમાં રહ્યો હતો. સેન્સેકસ 369 અંક ઘટીને 35657 પર બંધ થયો હતો. નિફ્ટી નું ક્લોઝીંગ 119 પોઈન્ટના ઘટાડા સાથે 10,662 પર થયું હતું. બેન્કિંગ, ઓટો અને મેટલ શેરોમાં વેચાણનું દબાણ વધુ રહ્યું. બ્રોકર્સનું કહેવું છે કે કેટલીક મોટી કંપનીઓના ત્રિમાસિક પરિણામો નબળા રહેવા અને અમેરિકા-ચીન વચ્ચેની બિઝનેસ ડીલને લઈને અનિશ્ચિતતાને કારણે રોકાણકારોના મનમાં ચિંતા છે.

સેન્સેકસ શુક્રવારે 169 અંકના ઘટાડા સાથે 36,025.54 પર બંધ થયો હતો. નિફ્ટીનું ક્લોઝિંગ 69.25 પોઈન્ટ નીચે 10,780.55 પર થયું હતું. તે દિવસે વિદેશી રોકાણકારોએ 689.25 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. ઘરેલું રોકાણકારોએ 147.35 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું હતું.

Loading...