Abtak Media Google News

જયાં વાડ જ ચીભડાં ગળે……

આ બાબતે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલા સી.સી. ટી.વી. ફૂટેજ કઢાવી કસુરવારો સામે કાર્યવાહી કરવા માંગ

મંદિરના જિર્ણોઘ્ધાર માટે એકઠા થયેલા રાજકીય આગેવાન સહિતનાઓને જુગારમાં ફીટ કરવાના કૃત્ય અંગે એસ.પી., આઇ.જી. સહિતને રજૂઆત

જામજોધપુર તાલુકાના રબારીકા ગામે તાજેતરમાં જીલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય માલદેભાઇ પરબતભાઇ કરમુર સહીત ૧પ લોકો મંદિરના ર્જીણોઘ્ધાર માટે ભેગા થયેલ હતા. ત્યારે જામજોધપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ઝાલા તથા પોલીસ કર્મચારી જયપાલસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા અને રાકેશભાઇ ભનાભાઇ ચૌહાણ અને પુછયું ‘અહીં શું ભેગા થયા છો તમે લોકોએ માસ્ક બાંઘ્યુ નથી અને દંડ ભરવો પડશે તેમજ પોલીસ કર્મચારી રાકેશભાઇએ જણાવેલ કે આ વિસ્તારમાં ગેરકાનુની ચલાવેલ છે. તેવી અમને બાતમી છે. ત્યારે બેઠેલા લોકોએ દંડની રકમ પુછી અને દંડ ભરવાની તૈયારી દર્શાવી દંડની રકમની પહોચ માગેલ ત્યારે પોલીસ દ્વારા જણાવેલ કે પહોચ જોતી હોય તો જામજોધપુર પોલીસ સ્ટેશને આવુ પડે તેમ કહી પોલીસની બોલેરો ગાડીમાં માલદેભાઇ સહીત ૬ લોકોને જામજોધપુર પોલીસ સ્ટેશને લઇ આવેલ અને માલદેભાઇના ખસ્સિામાં રહેલ મંદિરના ર્જીણોઘ્ધારના દોઢ લાખ રૂપિયા તેમજ અન્ય ૬ લોકો પાસેથી ખીસ્સામાં રહેલી રકમ કાઢી લીધી ત્યારે સવારે સહી કરવાનું કહ્યું ત્યારે ખબર પડી કે જુગાર ધારાનો કેસ થયેલ છે. આ જુગારધારાના કેસમાં એફ.આઇ.આર.મા સામાન્ય રકમ બતાવી  મંદિરના ર્જીણોઘ્ધારની રકમ રૂ. ૧.૫૦ લાખ સહીત પોલીસ હડપ કરી પોતાના અંગત સ્વાર્થ માટે રાખી લીધેલ છે. તયારે એફ.આર.આર. મુજબ જે સ્થળે જાહેરમાં લાઇટના અંજવાળે જુગાર દેખાડયો છે તથા બેસવાની જગ્યા પણ નથી અને લાઇટ પણ નથી નથી જે પોલીસ કર્મચારીના નામ જુગારના દરોડામાં દર્શાવ્યા છે તે પોલીસ કર્મચારીઓ રબારીકા આવ્યા જ નથી આ અંગે પોલીસ સ્ટેશનના સી.સી. ટી.વી. કુટેજ ચેક કરાવેલ તેમજ પોલીસ સ્ટેશન ડાયરીનો નોંધ તેમજ પોલીસની બોલેરો ગાડીના જી.પી.એસ. જોવડાવાય તો આ તોડ કૌભાંડ બહાર આવે તેવી અરજી તોડ કાંડનો ભોગ બનેલા જીલ્લા પંચાયતના કરમુરે ડી.એસ.પી. જામનગર, રેન્જ આઇ.જી. તેમજ લાંચ રૂશ્વત શાખાને કરી આ બનાવની તપાસ કરી પોતાને તેમજ અન્ય પોતાની સાથે રહેલ ન્યાય આપવા માંગણી કરેલ છે. વધુમાં જણાવ્યું છે  કે આ પહેલા રબારીકા પડેલ જુગારની રેડમાં પોલીસ સ્ટેશને પોતે રજુઆત કરતા આ અંગે પોલીસ દ્વારા કનીરાખોરી રાખી પોતાની રાજકી કારર્કીદી ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે તેમ રજુઆત કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.