Abtak Media Google News

જોકે જરૂરી ની કે એ ઘરની બહાર આવે, ઘેરબેઠાં પણ હીટ-સ્ટ્રોક આવી શકે છે. ખાસ કરીને સિનિયર સિટિઝનોએ આ વિશે ખાસ ધ્યાન રાખવું. હાલમાં મહારાષ્ટ્રમાં ૪ જણનાં હીટ-સ્ટ્રોકને કારણે મૃત્યુ યાં, જેમાં ત્રણ સિનિયર સિટિઝન જ હતા

૪૦ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન મોટા ભાગે મે મહિનામાં જતું હોય છે, પણ મહારાષ્ટ્રે તો માર્ચ મહિનામાં જ આ તાપમાનનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લાં ૧૦ વર્ષનો રેકોર્ડ બ્રેક કરતી ગરમી જ્યારે માર્ચ મહિનામાં આવી ત્યારે લોકોને ખરેખર ભય લાગવા લાગ્યો છે કે મે મહિનામાં શું શે? ગરમીમાં તાપને લીધે જે ઘાતક રોગનો ભોગ લોકો બનતા હોય છે એ છે સન-સ્ટ્રોક કે હીટ-સ્ટ્રોક. મેડિકલ લેન્ગ્વેજ પ્રમાણે હીટ-સ્ટ્રોક વધુ ઉચિત શબ્દ છે. આ એ બીમારી છે જેમાં વીસ ટકા દરદીઓ મૃત્યુ પામે છે. ઇન્ડિયા મિટિયરોલોજિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા ગુજરાત, રાજસન, મધ્ય પ્રદેશ અને ઉત્તર ભારતના પણ અમુક વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતના જુદા-જુદા વિસ્તારોમાં નોર્મલ તાપમાન કરતાં પાંચી સાત ડિગ્રી જેટલું તાપમાન ઊંચું નોધાયું હતું. ગયા વર્ષે પણ ગરમીને કારણે ભારતમાં ૭૦૦ લોકોનાં મૃત્યુ યાં હતાં, જેમાં હીટ-સ્ટ્રોક સૌી મહત્વનું કારણ હતું. મહારાષ્ટ્ર હેલ્ મિનિસ્ટ્રીના રિપોર્ટ મુજબ કુલ ચાર જણ માર્ચ મહિનામાં જ હીટ-સ્ટ્રોકનો ભોગ બન્યા અને મૃત્યુ પામ્યા હતા. મહત્વની વાત એ છે કે ચારમાંી ત્રણ લોકો સિનિયર સિટિઝન હતા. એ હકીકત છે કે સિનિયર સિટિઝન પર હીટ-સ્ટ્રોકનું રિસ્ક વધારે જ રહે છે. મુંબઈમાં હીટ-સ્ટ્રોક આવવાની શક્યતા બીજા એરિયા કરતાં પ્રમાણમાં ઓછી છે, પરંતુ આ વેકેશનમાં બહાર ફરવા જનારા લોકોએ આ બાબતે સાવચેત રહેવાની અત્યંત જરૂર છે.

૪૦ ડિગ્રી ઉપર

હીટ-સ્ટ્રોકને મગજના સ્ટ્રોક સો કઈ લેવાદેવા ની કે ની હૃદય સો લેવાદેવા. હીટ-સ્ટ્રોક એટલે જ્યારે શરીરનું તાપમાન નિયત તાપમાન કરતાં વધી જાય. ખાસ કરીને શરીરનું તાપમાન ૪૦ સેન્ટિગ્રેડ કે એી વધારે ઈ જાય તો આ તાપમાનમાં શરીરનું ટકવું મુશ્કેલ બની જાય છે. આ પરિસ્િિતમાં શરીર પોતાની મેળે ઠંડું પડી શકતું ની અને વ્યક્તિની જે શારીરિક હાલત ાય છે એને હીટ-સ્ટ્રોક કહે છે. સામાન્ય રીતે તાવ આવે ત્યારે પણ શરીરનું તાપમાન ઊંચું જતું રહે છે, પરંતુ એને હીટ-સ્ટ્રોક કહેવાય નહીં. કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનને લીધે જે તાવ આવે અને એને લીધે શરીરનું તાપમાન ઉપર જાય એ પરિસ્િિત કરતાં હીટ-સ્ટ્રોકની પરિસ્િિત ઘણી જુદી છે.

માણસની રચના એવી છે કે તે અમુક તાપમાની વધુ અને અમુક તાપમાની ઓછું તાપમાન સહી શકે નહીં. આ તાપમાન બેલેન્સ્ડ રહેવું અત્યંત જરૂરી છે.

બેલેન્સ

ઍવરેજ શરીરનું તાપમાન ૩૬.૫-૩૭.૫ સેન્ટિગ્રેડ જેટલું હોય છે, જેને બેલેન્સ્ડ તાપમાન કહેવાય અને આ તાપમાન શરીરને અનુકૂળ આવે છે. હવે એવું જરૂરી ની કે બહારનું તાપમાન પણ આટલું જ રહે. આનાી વધુ કે ઓછું હોઈ શકે છે. શરીરમાં અંદર એવી રચના છે જે શરીરનું તાપમાન એકસરખું જાળવી શકે. શરીરના તાપમાન વિશેની માહિતી આપતાં આ વિશે વિગતે વાત કરતાં વોકહાર્ટ હોસ્પિટલ-મુંબઈ સેન્ટ્રલના ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ન્યુરોલોજિસ્ટ ડોકટર કહે છે, આ કામ મગજમાં રહેલા હાઇપોેલેમસનું છે. આપણા શરીરમાં જગ્યાએ જુદાં-જુદાં રિસેપ્ટર આવેલાં છે જે તાપમાનને અનુભવી એની ખબર હાઇપોેલેમસને આપે છે અને હાઇપોેલેમસ શરીરમાં જરૂરી ફેરફારો કરે છે, જેને કારણે વધેલું તાપમાન કે ઘટેલું તાપમાન ફરીી બેલેન્સ ઈ શકે અને શરીરનું અંદરનું તાપમાન જેટલું જરૂરી છે એટલું જળવાઈ રહે. જેમ કે સ્કિન પર જે તાપમાન અનુભવાય એ ખૂબ જ વધારે છે એવી ખબર હાઇપોેલેમસને પડે કે તરત જ એ પ્રસ્વેદગ્રંનિે સંદેશ મોકલે અને પ્રસ્વેદગ્રંિ પરસેવાનું નિર્માણ ચાલુ કરી દે. પરસેવો ાય એટલે શરીર ઠંડું ાય અને શરીરનું તાપમાન જે વધી ગયું હતું એ નીચે આવે અને બેલેન્સ જળવાય.

સિનિયર સિટિઝને રાખવી કાળજી

મોટા ભાગે હીટ-સ્ટ્રોક ઉનાળામાં જ આવે છે. આવું વાનું કારણ ઉનાળામાં વધતું ટેમ્પરેચર અને મુંબઈ જેવા શહેરમાં વધતી હ્યુમિડિટી એટલે કે ભેજનું પ્રમાણ છે. જ્યારે પણ તમે તડકામાં બહાર જાઓ છો અને બહાર જઈને તમે શારીરિક શ્રમ કરો છો, જેને લીધે તમને એક્ઝર્શન ાય છે એને કારણે આવતા હીટ-સ્ટ્રોકને એક્ઝર્શનલ હીટ-સ્ટ્રોક કહે છે. મોટી ઉંમરના લોકો અને બાળકોને ઘરમાં બેઠાં-બેઠાં પણ હીટ-સ્ટ્રોક આવી શકે છે, જેને ક્લાસિક હીટ-સ્ટ્રોક કહે છે. એ વિશે ડોકટર કહે છે, એમાં પણ એવા લોકો જેમને સાઇકિયાટ્રિક પ્રોબ્લેમ હોય, ડાયાબિટીઝ ધરાવતા હોય, અમુક પ્રકારની દવાઓ ખાતા હોય એવા લોકોને ઘરમાં બેઠાં-બેઠાં પણ હીટ-સ્ટ્રોક આવી શકે છે અને એકદમ જ શરીર ગરમ ઈ જાય એવું બને. આ પ્રકારના હીટ-સ્ટ્રોક સામાન્ય ની, પરંતુ આ પ્રકારનું રિસ્ક મોટી ઉંમરના લોકો પર અને બાળકો પર રહે જ છે; કારણ કે બાળકોમાં મોટા લોકો કરતાં ઓછો પરસેવો વળતો હોય છે અને મોટી ઉંમરના લોકોની તાપમાન મેઇન્ટેન રાખવાની સિસ્ટમ નબળી પડી ગઈ હોય છે. એટલે આ બન્ને વર્ગને તડકામાં નીકળ્યા વગર ઘેરબેઠાં પણ હ્યુમિડ વાતાવરણમાં હીટ-સ્ટ્રોક આવી શકે છે.

રિસ્ક કોને વધારે?

ઓબીસ, ઓવરવેઇટ, જેમને ઊંઘની તકલીફ હોય એવા લોકો, સાઇકિયાટ્રિક પ્રોબ્લેમ ધરાવતા લોકો, ડાયાબિટીઝના દરદીઓને હીટ-સ્ટ્રોક આવવાનું રિસ્ક વધુ રહે છે. આ વાત કરતાં ડોકટર કહે છે, જેમને પહેલાં ક્યારેય હીટ-સ્ટ્રોક આવ્યો છે તેમને પણ ફરી આવવાનું રિસ્ક વધુ જ હોય છે. અમુક પ્રકારની દવાઓ છે જે વ્યક્તિમાં હીટ-સ્ટ્રોકનું રિસ્ક વધારે છે. જેમ કે બીટા બ્લોકર્સ દવાઓ જે હાઇપરટેન્શન, ગ્લોકોમા કે માઇગ્રેન જેવા રોગોમાં અપાતી દવા છે. ડાયુરેટિક્સ દવાઓ, જેને કારણે યુરિનની માત્રા વધી જાય અને શરીરમાંી પાણી ઓછું વાનું રિસ્ક વધી જાય. ન્યુરોલેપ્ટિક્સ જેવી દવાઓ જે સાઇકિયાટ્રિક ડિસઑર્ડર માટે વપરાય છે. ઍન્ટિકોલાઇનેરજીક્સ દવાઓે જે અસ્મા, ઇન્સોમ્નિયા જેવા રોગમાં અપાતી હોય છે એ દવાઓ ખાતી વ્યક્તિઓમાં પણ હીટ-સ્ટ્રોકનું રિસ્ક વધુ હોય છે.

સ્ટ્રોક આવે ત્યારે શું કરવું?

સ્ટ્રોક આવે ત્યારે જો દરદીને તાત્કાલિક સારવાર મળી જાય તો તેનું બચવું શક્ય બને છે, જે સારવાર તમે સમાન્ય રીતે ઘરે પણ આપી શકો છો. જાણીએ ડોકટર પાસેી પ્રાઇમરી સારવાર બાબતની કેટલીક ખાસ ટિપ્સ.

  1. ૧. દરદીને તાત્કાલિક એકદમ ઠંડો કરવો જરૂરી છે. જો તે તડકામાં હોય તો તરત જ તેને ઘરમાં કે છાંયામાં લાવો, જ્યાં બહાર કરતાં ઠંડું વાતાવરણ હોય.
  2. ૨. તેનાં કપડાં કાઢીને તેને તરત જ એકદમ ઠંડા ટુવાલ કે કપડામાં વીંટો. જો એવું ન કરવું હોય તો તેનાં કપડાં પર જ બરફનું ઠંડું પાણી રેડો.
  3. ૩. જ્યારે પાણી રેડતા હો ત્યારે એકદમ જોરી પંખો ચાલુ કરી દો કે ઍરકૂલર ચાલુ કરી નાખો. જો ઍર-કન્ડિશનરની વ્યવસ હોય તો વધુ સારું. આ ત્યાં સુધી ચાલુ રાખો જ્યાં સુધી લાગે કે દરદી ઠંડો ઈ ગયો છે.
  4. ૪. કોલન વોટર પણ આમાં મદદરૂપ ઈ શકે છે.
  5. ૫. બરફની ેલી દરદીની ડોકની બન્ને બાજુ, બન્ને બગલની નીચે અને બન્ને હાનાં કાંડાં તા બન્ને પગની એડીની નીચે રાખો.
  6. ૬. જો દરદી ભાનમાં હોય તો તેનેપીવા માટે પણ એકદમ ઠંડું પાણી આપો.
  7. ૭. દરદીના ધબકારા નોંધતા રહો. જેમ-જેમ તે ઠંડો તો જશે ધબકારા નોર્મલ તા જશે.
  8. ૮. આટલું કર્યા બાદ પણ જો વ્યક્તિની હાલત ન સુધરે તો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જાઓ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.