Abtak Media Google News

યુવા સેના ટ્રસ્ટનો આઠમાં વર્ષમાં પ્રવેશ

યુવા સેના ટ્રસ્ટ એ સાત વર્ષ પૂરા કરી આઠમાં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો હતો. તેની ઉજવણીના ભાગ‚પે રાજકોટ પૂતળીબાઈ હોલ ખાતે એચ.પી. મ્યુઝીક સ્ટુડિયો દ્વારા ‘સ્વર સાધના’નું આયોજન કરવામા આવ્યું હતુ. આ કાર્યક્રમના ભાગ‚પે એચ.પી. પટેલ, કાંતાબેન પટેલ, ખ્યાતિ પટેલ તથા બીજા સીંગરો દ્વારા ૧૯૩૯થી લઈ જૂના ગીતોનાં સ્વર લેરાયા હતા.Vlcsnap 2018 07 23 08H27M26S231

અબતક સાથેની વાતચીતમાં યુવા સેના ટ્રસ્ટના પ્રમુખ પ્રધ્યુમનસિંહ ઝાલાએ જણાવ્યું હતુ કે,માનવ સેવા એજ પ્રભુ સેવાને સાર્થક કરી રહી છે. યુવા સેના ટ્રસ્ટ છેલ્લા સાત વર્ષથી આ સંસ્થા સેવા કાર્ય સાથે સંકળાયેલી છે. જેમાં દરેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે. જેના ભાગ‚પે હરતુ ફરતુ અન્નક્ષેત્ર પણ ચાલે છે. મફતમાં મેડિકલ સાધનો પણ આપવામાં આવે છે.Vlcsnap 2018 07 23 08H27M06S32

યુવા સેના ટ્રસ્ટનું આઠમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે પુતળીબાઈ હોલમા ‘સ્વર સાધના’નું આયોજન કરવામાં આવ્યું હતુ. બહોળી સંખ્યામાં લોકો દ્વારા ‘સ્વર સાધના’ માણી રહ્યા છે. તથા સેવા સપ્તમીની ઉજવણી ચાલે છે. સાત વર્ષ પૂરા થવાની સાથે સંસ્થા સાત દિવસ સુધી સેવા કાર્ય કરતી રહેશે. જેના ભાગ‚પે આજ ત્રીજો દિવસ છે. જેની ઉજવણી ‘સ્વર સાધના’ સાથે કરવામાં આવી હતી.

તથા એસ.પી. પટેલ દ્વારા અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતુ કે સિનિયર સિટીઝન માટે ‘સ્વર સાધના’ અને ચેરીટીના કાર્યક્રમો એચ.પી. મ્યુઝીમ સ્ટુડિયો દ્વારા કરવામાં આવે છે. મ્યુઝીકલ ચેરીટી પણ બહુ અગત્યની છે. અને તેને ધ્યાનમાં લઈને નોન પ્રોફેશનલો સીંગરો દ્વારા સીનીયર સીટીઝનોને આનંદ અને તેઓએ કરવા માટે ધણી બધી મહેનત કરીને, ગીતોનો ઝ‚ખો તૈયાર કરે છે.

3અત્યાર સુધીમાં ઘણા ટ્રસ્ટોમાં પણ પ્રોગ્રામ આપી ચૂકયા છીએ. એજ રીતે આજના યુવા સેના ટ્રસ્ટના આઠમાં વર્ષનાં મંગલ પ્રવેશે કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે. એના ભાગ‚પે અમે મ્યુઝીકલ થેરાપી આપવાનો પ્રયાસ કર્યો છે. મારી સાથે ત્રણ બહેનો અને પાંચ ભાઈઓ એમ કુલ આઠ સીંગરો મોજુદ રહ્યા છે. બને ત્યાં સુધી ૧૯૫૮ કે તેથી જૂના ગીતોનો કાર્યકમ્ર યોજવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.