‘લોકસાગરના મોતી’ સંગીત સંધ્યામાં સિનિયર સીટીઝનો મંત્રમુગ્ધ

34
senior-citizens-enchanted-in-'pearls-of-the-folk'-music-evening
senior-citizens-enchanted-in-'pearls-of-the-folk'-music-evening

ખ્યાતનામ કલાકાર નિલેશ પંડયા અને મિતલ પટેલ ગીત-સંગીતની રમઝટ બોલાવી

શહેરનાં રાષ્ટ્રીય શાળા ખાતે દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ ઢોલરા પ્રેરીત સાહિત્ય સેતુના ઉપક્રમે રાજકોટની જનતા માટે ‘લોકસાગરના મોતી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ ખાસ સીનીયર સીટીઝન માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં નિલેશ પંડયા, મિતલ પટેલ અને ટીમ દ્વારા દુહાછંદનું ગાન કર્યું હતુ. આ કાર્યક્રમમાં સીનીયર સીટીઝન સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સંગીત સંધ્યાની મોજ માણી હતી.

ખાસ કરીને લોકગીતના ગાન સાથે ભાવાર્થ સમજાવવાનો પ્રયાસ: નિલેશ પંડયા

senior-citizens-enchanted-in-'pearls-of-the-folk'-music-evening
senior-citizens-enchanted-in-‘pearls-of-the-folk’-music-evening

નિલેષભાઈ પંડયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે ગુજરાત સંગીત નાટક એકેડમીના ચેરમેન પંકજભાઈ ભટ્ટ, સંગીતકાર છે. સભ્ય સચીવ જે.એમ.ભટ્ટના પ્રયાસો ગુજરાતમાં લોક સંગીતનો વ્યાપ વધે એ માટે અલગ અલગ કાર્યક્રમો કલાકારો પાસે કરાવે છે. આજે દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ ઢોલરા પ્રેરીત સાહિત્ય સેતુના ઉપક્રમે રાષ્ટ્રીય શાળામાં રાજકોટની જનતા માટે ખાસ કરીને સીનીયર સીટીઝન માટે ‘લોકસાગરના મોતી’ નામનો લોક્સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નિલેશ પંડયા, મિતલ પટેલ અને ટીમ દ્વારા દુહા-છંદ, લોકસંગીતનું ગાન કર્યું હતુ મારી જૂની પરંપરાની રીતે હું લોકગીતની સાથે સાથે તેનો અર્થ પણ સમજાવું છું કોલેજોમાં, યુનિવર્સિટીઓમાં મારો કાર્યક્રમ રીત તો કોઈ સમજે ન સમજે માટે ભાવાર્થ ‘સમજાવવાનો પ્રયાસ વીસેક વર્ષથી કર્યો છે જે લોકોએ સ્વીકાર્યો પણ છે. ૧૯૯૦થી હું પત્રકાર છું અને એ પહેલાનો હું કલાકાર છું વર્ષો સુધી બંને વસ્તુ સાથે ચાલ્યો છું અને હજુ પણ સાથે ચાલી રહ્યો છું

Loading...