Abtak Media Google News

સેલવાસમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સેલવાસના દાદરા અને નગર હવેલીની વિવિધ સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન શિક્ષકો માટે સેલવાસ ટાઉન હોલમાં એક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ પરિસંવાદના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્તિ સંઘ પ્રદેશ દમળ-દીવ તા દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા પ્રદેશમાં પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે વિશેષ કોચિંગ વર્ગોનો પ્રારંભ કરવાની જાહેરાત કરાઈ હતી.

Img 20180706 Wa0006 1પ્રદેશના વિદ્યાર્થીઓ માટે દેશના પ્રખ્યાત કોસિંગ સંસ એલેન કેરિયર ઈન્સ્ટીટયુટ દ્વારા કોચિંગ વ્યવસ કરાશે. આ કોચિંગ વર્ગ પ્રારંભ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પ્રદેશના વિદ્યાર્થીઓ પણ રાષ્ટ્રીયસ્તર પર ઉચ્ચ સંસમાં મેડિકલ અને એન્જીનીયરીંગ અભ્યાસ માટે પ્રવેશ મેળવે. આ પરિસંવાદ કાર્યક્રમમાં પ્રશાસક મહોદયે કહ્યું હતું કે, આ પ્રદેશમાં શિક્ષણ ક્ષેત્રમાં વિકાસ માટે એક નવીન વાતાવરણ નિર્માણ થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા તેઓના પ્રતિભાવમાં પ્રશાસક મહોદયના પ્રદેશ શિક્ષણના વિકાસના પ્રયાસો બદલ તેઓનો આભાર વ્યકત કર્યો છે.

Img 20180706 Wa0007

તેમાં તેઓના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, પ્રશાસક મહોદયના પ્રયાસોથી આ પ્રદેશના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસની ઉજ્જવલ તકનું નિર્માણ કરાયું છે. આ તકે પ્રશાસકના સલાહકાર યાદવભાઈ, સત્યાભાઈ, શિક્ષા સચિવ પૂજા જૈન તા શિક્ષા નિર્દેશક રાકેશદાસ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે વિશેષ કોચિંગ વર્ગોની વિશેષ માહિતી શિક્ષા સચિવ પૂજા જૈન દ્વારા પ્રેજેન્ટેશનના માધ્યમી અપાઈ હતી. આ પરિસંવાદમાં પ્રશાસક મહોદય દ્વારા કોચિંગ વર્ગની ઘોષણા પ્રદેશના ભાવી શૈક્ષણિક વિકાસ માર્ગની નવી શરૂઆત કહી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.