આરોગ્ય કર્મીઓ માટે હીટવેવથી થતી અસરો વિષય ઉપર સેમીનાર

115

૫૦થી વધુ તબિબોએ ઉપસ્થિત રહીને આરોગ્યથી સ્વાસ્થ્ય ઉપર થતી અસરની સારવાર અંગે માર્ગદર્શન મેળવ્યુ

રાજકોટ મહાનગરપાલિકા, ઈન્ટરેગેટેડ રીસર્ચ એન્ડ એક્શન ફોર ડેવલોપમેન્ટ (IRADe)ન્યુ દિલ્હી, અને ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લિક હેલ્થ ,ગાંધીનગર (IIPHG) ના સંયુક્ત ઉપક્રમે રાજકોટ શહેરમાં કલાઈમેટ એડેપ્ટીવ હીટ સ્ટ્રેસ એકશન પ્લાન નામનો પ્રોજેક્ટ શરુ કરેલ છે. જેનાં ભાગરૂપે રાજકોટ શહેરના તબીબો તથા આરોગ્ય કર્મીઓ માટે હીટ વેવથી થતી આરોગ્ય પર અસરોની સારવાર અંગેની અવેરનેસ માટે ટ્રેનીંગ કમ વર્કશોપ નું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું.

આ વર્કશોપ નું ઉદઘાટન ચેતન ગણાત્રા, ડે. મ્યુ. કમિશ્નર (આરોગ્ય) રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું. ડો. પંકજ રાઠોડ, આરોગ્ય અધિકારી,રા.મ.ન.પા., ડો. મનીષ ચુનારા, નાયબ આરોગ્ય અધિકારી, રા.મ.ન.પા., પ્રોફેસર દિલીપ માવલંકર, ડાયરેકટર IIPHG, ડો. મહાવીર ગોલેચા એસો.પ્રોફે. IIPHG, આશા કૌશિક સીનીયર રીસર્ચ એસોસિયેટ IRADe, ડો. આરતી ત્રિવેદી, એચ.ઓ.ડી  મેડીસીન, પી.ડી.યુ. મેડીકલ કોલેજ, ડો.ગુલઝાર નાયક, Epidemiologist, રા.મ.ન.પા. તેમજ રાજકોટ મહાનગરપાલિકા ના આરોગ્ય કેન્દ્રો ના મેડીકલ ઓફિસરો,  પી.ડી.યુ.મેડીકલ કોલેજ, પદ્મકુવરબા હોસ્પીટલ અને રેલ્વે હોસ્પીટલ ના ડોકટરો અને પ્રાઇવેટ હોસ્પિટલો ના ડોક્ટરો મળી  કુલ ૫૦ જેટલા જાહેર આરોગ્ય સાથે  સંકળયેલ ડોક્ટરો વર્કશોપ કમ ટ્રેનિગ માં ઉપસ્થિત રહ્યાં હતાં.

આં વર્કશોપ નો મુખ્ય હેતુ રાજકોટ શહેર ના આરોગ્ય કર્મીઓ ને  હીટ વેવ થી આરોગ્ય પર થતી અસરો ની સારવાર અંગે ની અવગત કરવા તેમજ  હીટ વેવ થી થતી અસરો થી કેવી રીતે બચી શકાય તે અંગે સમજ પુરી પાડવી નો હતો.

આં વર્કશોપને સંબોધતા  ચેતન ગણાત્રા,ડે. મ્યુ. કમિશ્નર (આરોગ્ય) રાજકોટ મહાનગરપાલિકા એ કહ્યુ કે  રાજકોટ શહેર ના આરોગ્ય સાથે સંકળયેલ તમામ ડોકટરોએ હીટ સ્ટ્રેસથી ઉદભવેલ આરોગ્યલક્ષી અસરો ની સારવાર માટે જવાબદારી લઈને વધુ માં વધુ લોકોને  આનાથી બચાવી શકાય એવા પ્રયત્નો કરવા જોઈએ. ડો. પંકજ રાઠોડ, આરોગ્ય અધિકારી, રા.મ.ન.પા એ કહ્યું કે  રાજકોટ શહેર એ સૌરાષ્ટ્રનું મુખ્ય મથક છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જના કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. એની અસરો થી બચવા હીટ એક્શન પ્લાન બનાવો ખુબ જ આવશ્યક છે. આ વર્કશોપ રાજકોટ ના આરોગ્ય કર્મીઓ માટે હીટ વેવ મેનેજમેન્ટ  ટ્રેનિગ  કમ વર્કશોપ ખુબ જ અગત્ય નો બની રહેશે.

આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ભારતમાં હીટ સ્ટ્રેસ એક્શન પ્લાન(HSAPs) તૈયાર કરીને હીટ વેવથી થતી અસરોના  મેનેજમેન્ટને વધુ સુદ્રઢ કરવાનો છે. આ પ્રોજેક્ટ રાજકોટ શહેર સહીત ભારતના અન્ય ૨ શહેર ભુવનેશ્વર અને દિલ્હી માં IRADeદ્વારા અર્બન લોકલ બોડી સાથે સંકલન કરીને શરુ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર માં આં પ્રોજેક્ટ ની પ્રાથમિક ચરણ રૂપે ઉપરોક્ત વર્કશોપ અને ટ્રેનિગ દ્વારા શરૂઆત કરવામાં આવેલ છે. જે આવનારા દિવસોમાં રાજકોટ શહેરજનો માટે હિટવેવ ની અસરોથી બચવા માટે ખુબ જ અગત્યનો બની રહેશે.

Loading...