Abtak Media Google News

મુખ્ય વકતા સન્ની વાઘેલા આપશે માર્ગદર્શન ધનસુખ ભંડેરીના હસ્તે ઉદઘાટન

સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આગામી રવિવારે સાઈબર ક્રાઈમ: ઓળખ અને ઉપાય વિષય ઉપર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. સેમીનારમાં સૌરાષ્ટ્રમાં સેવારત પોલીસ અધિકારીઓ ભાગ લેશે. રાજકોટ એન્જીનીયર એસો. હોલમાં સવારે ૧૦થી યોજાનાર આ સેમીનારનું ઉદઘાટન ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી કરશે. જે અંગે વિગત આપવા ચેમ્બરનાં પ્રમુખ નલીન ઝવેરી મહામંત્રી સંજય લાઠીયા, અને પ્રોજેકટ કમીટીના મૌતિક ત્રિવેદી, અરવિંદ મારડીયા, જયસુખ આડેસરા અને રાજેશ રાણપરીયાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયા મુખ્ય મહેમાન તરીકે રાજકોટના પોલિસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, રાજકોટ રેન્જના આઈ.જી.પી. ડી.એન. પટેલ અને પોલિસ અધિક્ષક અંતરીપ સુદ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેવાના છે. સાઈબર ક્રાઈમ અને એથીકલ હેકિંગ અંગેના જાણીતા નિષ્ણાંત સન્ની વાઘેલા આ સેમીનારમાં મુખ્ય ચાવી‚પ વક્તવ્ય આપશે. સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ નલીન ઝવેરી અને મંત્રી સંજય લાઠીયાના જણાવ્યા પ્રમાણે આધુનિક સમયમાં ઈન્યરનેટની પહોચ વધતી જાય છે. તેમતેમ ગુન્હો કરવાની આદત ધરાવતા લોકો તેના ઉપયોગ દ્વારા ગુન્હાની જાળ વિસ્તારતા જાય છે. રોજબરોજના સમાજ જીવનમાં સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના ઉપયોગ દ્વારા ગુન્હાઓનું પ્રમાણ વધતુ જોવા મળે છે.આ બાબતે જાગૃતિ કેળવાય અને સાઈબર ક્રાઈમનો ભોગ બનતા લોકોને ન્યાયમ ળે તે દિશામાં સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર દ્વારા આ સેમીનાર યોજવામાં આવ્યો છે. ગુજરાત પોલીસે સાઈબર ક્રાઈમ ડીટેકશનમાં મહત્વની સિધ્ધિઓ હાંસલ કરી છે. પરંતુ જનતાના સીધા સંપર્કમાં રહતે પોલિસ સ્ટેશન કક્ષાએ સેવારત અધિકારીને સાઈબર ક્રાઈમ અંગે અધતન જાણકારી મળે અને વધારે સારી રીતે લોકોની સેવા કરી શકે તે આ કાર્યક્રમનો ઉદેશ છે.સેમીનારના મુખ્ય વકતા સન્ની વાઘેલા એથીકલ હેકિંગ ક્ષેત્રનાં અગ્રણી નિષ્ણાંત ગણાય છે. તેઓ પોલિસ અધિકારીઓને સાઈબર ક્રાઈમના વિવિધ આયામો, ગુન્હેગારો દ્વારા અપનાવવામાં આવતી મોડસ ઓપરેન્ડી, ગુન્હાશોધન માટે ઉપયોગમાં લેવાતા આધુનિક ઉપકરો વગેરે બાબતોથી માહિતગાર કરશે. આ ઉપરાંત ઉપસ્થિત રહેનારા ઉચ્ચ પોલિસ અધિકારીઓ પોતાના અનુભવો વર્ણવીને અધીનસ્થ અધિકારીઓને માર્ગદર્શન આપશે.અત્રે ઉલ્લખેનીય છે કે, સૌરાષ્ટ્ર-કચ્છના વ્યવસાયીકોનાં પ્રશ્ર્નોના સકારાત્મક ઢબે સમાધાન અને યોગ્યસ્તરે તેની રજૂઆત માટે એક મંચ મળી રહે તેવા ઉદેશથી તાજેતરમાં જ સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની સ્થાપના કરવામાં આવી હતી. તે સમયે સમાજના બહુવિધવર્ગોને અસરકર્તા બાબતો અંગે કાર્યક્રમોનાં આયોજનની નેમ વ્યકત કરવામાં આવી હતી. તે અંતર્ગત આ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રવિણભાઈ જસાણી, સ્મિતભાઈ કનેરીયા, જીતેનભાઈ રવાણી, રાજેશભાઈ રાણપરીયા, યશ રાઠોડ ફેનીલ મહેતા, મિતેશ ‚પારેલીયા, જયસુખ આડેસરા, ગીરીશ ઠોસાણી જીતેન ઘેટીયા સહિતના હોદેદારો અને કારોબારી સદસ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.પોલિસ અધિકારીઓ માટેના આ સેમિનારમાં નૂતન જાણકારી મેળવવા ઉત્સુક લોકોને મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવામાં આવનાર છે. આ માટે રાજેષ રામપરીયા મો.નં. ૯૮૨૫૦ ૭૮૮૩૫નો સંપર્ક સાધવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.