Abtak Media Google News

બાળકની જીદ, ગુસ્સો અને તેની પાછળના કારણ સમજવા માતા-પિતાને માર્ગદર્શન અપાયું

આર્ટ ઓફ લીવિંગ અને શ્રી શ્રી એકેડેમી સ્કૂલ દ્વારા ગુ‚દેવ શ્રી શ્રી રવિશંકર રચિત ‘નો યોર ચાઈલ્ડ સેમિનાર’નું તા.૧ એપ્રિલના રોજ રોટરી ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જે અંગે માર્ગદર્શન આપવા આર્ટ ઓફ લિવિંગના સીનીયર ટીચર્સ અંજુબેન રામનાની અને મિરલબેન દ્વારા વાલીઓને બાળકોને પોતાના લક્ષ્યી ભટકાવતા પરીબળો ઓળખી શકે, બાળકની જીદ, ગુસ્સો અને તેની પાછળનાં કારણોને સમજી શકે તે અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Vlcsnap 2018 04 02 09H23M18S230

આર્ટ ઓફ લિવિંગના સિનિયર ટીચર ‘અબતક’ સોની વાતચીત દરમિયાન અંજુબેન રામનાનીએ જણાવ્યું કે, ‘નો યોર ચાઈલ્ડ સેમિનાર’માં બાળક વિશે વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યું કે પેરેન્ટીંગ વખતે દરેક પેરેન્ટસ એવું ઈચ્છતા હોય છે કે પોતાના બાળકને બધુ જ આપે. પરંતુ કયારે જાણતા અજાણતા એવી કંઈક વાતો આપણા બાળકોને કંઈ દઈએ છીએ જેનાથી આપણા અને બાળક વચ્ચેનો ગેપ વધી જાય છે અને બહુ વધી જાય ત્યારે કહીએ છીએ કે એ તો જનરેશન ગેપ છે પરંતુ અમે તેને કોમ્યુનિકેશન ગેપ કહીએ છીએ. આપણા સેમિનારમાં બાળકનો જીદ, ગુસ્સો અને તેની પાછળના કારણોને સમજી વગેરે વિશે વાલીઓને અમે માર્ગદર્શન આપ્યું છે.

‘અબતક’ સોની વાતચિત દરમિયાન આર્ટ ઓફ લિવીંગના સીનીયર ટીચર્સ મીરલબેન નાણાવટીએ જણાવ્યું કે, આ સેમિનારમાં ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર શ્રી ઘણી બધી સરસ ટીપ્સ આપેલ છે. જેમ કે એક સર્વે પ્રમાણે પેરેન્ટસ પોતાના કોમ્યુનિકેશનમાં બાળક સો ડોન્ટનો શબ્દનો વધારે પ્રયોગ કરે છે તો સર્વે એક જણાવે છે.

12290003

એક બાળક એક દિવસમાં ૬૨૫ વખત નેગેટીવ શબ્દ સાંભળે છે. જેના લીધે બાળક એટલું બધુ સ્પબન ઈ જાય છે અને સાંભળતું ની તો એવી ઘણી બધી ટિપ્સ અને પ્રોસેસ ગુરૂદેવ એ આપેલ છે. જેમાંથી બાળકોને વધુ સારી રીતે સમજી શકાય તે બધાનો ઉપાયો આ વર્કશોપ દરમિયાન આપ્યા છે જેના બેનીફિટસ થયા છે. અમે ઘણા સેમિનાર કરેલછે તેથી બાળકનું વાલીઓ સોના વ્યવહાર અને વાલીઓ વધુ પોઝિટીવ થયા છે અને બાળકોને વધુ સારી રીતે સમજી શકે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.