Abtak Media Google News

સેલવાસના ખેરડી ખુમારપાડામાં ઘરમાં ઘુસીને પીસ્તોલ અને છરી બતાવીને રૂ.૧.૯૫ લાખની લૂંટ ચલાવનાર પાંચ આરોપીને પોલીસે દબોચી લીધા છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તા.૮ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.પ્રાપ્ત તી વિગતો મુજબ ખેરડી ખુમારપાડા ખાતે રહેતા ઈશ્ર્વર મહદુ સંભારે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓના ઘરે રાત્રીના સમયે પાંચ અજાણ્યા શખસોએ પ્રવેશ કરીને પીસ્તોલ તેમજ છરી બતાવી રૂ.૧.૯૫ લાખની લૂંટ ચલાવી હતી.

ફરિયાદના પગલે પોલીસે તપાસ હાથ ધરતા અંતે આરોપીઓ સુભાષ ગોવિંદ સંભાર, નિવા ખેરડી, સુરેશ બાબુ સાલકર, રાજેશ સોમાલ બરફ અને કિરણ રાજ ફતેચંદ્ર શાહને પોલીસે ઝડપી પાડયા હતા. બાદમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા તા.૮ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.