Abtak Media Google News

લાયન્સ કલબ, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને સેલવાસ ઈન્ડસ્ટ્રીયલ એસો.ના સહયોગથી યોજાયેલ કેમ્પમાં ૧૫૦ યુનિટ રકત એકત્ર કરાયું

દાદરાનગર હવેલીના અથાલ ગામે આવેલ ઈપ્કા લેબોરેટરી લિમિટેડ કંપનીમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બહોળી સંખ્યામાં લોકોએ રકતદાન કરવા ઉમટી પડયા હતા. કેમ્પમાંથી કુલ ૧૫૦ યુનિટ રકત એકત્ર કરવામાં આવ્યું હતુ.

સેલવાસ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન લાયન્સ કલબ ઓફ સેલવાસ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીનાં સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ અવસરે ઈટલા લેબોરેટરી કંપનીનાં એચઆર હેડ ડી.પી. સિંહ, વાઈસ પ્રેસીડેન્ટ કોલ કપુર, સંદીપ કપુર, સંદિપ કુલશ્રેષ્ઠ, સુરજ શર્મા અને સુનિલ શર્મા સહિતના જોડાયા હતા.

કંપનીના એચઆર હેડ ડી.પી. સિંહે જણાવ્યું કે રકતદાન કરવાથી શરીરને કોઈ નુકશાન પહોચતુ નથી રકતદાનથી શરીરને અનેક ફાયદાઓ થાય છે. સાથે અનેક માનવ જીંદગીઓ પણ બચાવી શકાય છે. કેમ્પમાં ૧૫૦

યુનિટ રકત એકત્ર થયું હતુ ઈપ્કા લેબોરેટરી કંપની દ્વારા અગાઉ ૮ વખત રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ કંપની દ્વારા સ્કુલો, આંગણવાડી કેન્દ્રોઅને પીએચસીમાં પણ સેવાકીય પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે.

આ રકતદાન કેમ્પમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીનાં પ્રતિનિધિઓ, સેલવાસ ઈન્ડસ્ટ્રીયલ એસો.ના હોદેદારો અને લાયન્સ કલબ ઓફ સેલવાસના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.