સેલવાસ: દાદરાનગર હવેલીમાં ભાજપના કાર્યકર્તાઓ પુરપીડિતોની વ્હારે

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં ભાપના કાર્યકર્તાઓ પુરપીડિતોની વારે જઇને ખાદ્ય સામગ્રીનું વિતરણ કર્યુ હતુ. તેમજ સુખ દુ:ખમાં સાથે રહેવાની સાંત્વના આપી હતી.

જેમાં ભાજપ યુવા મોરચાની ટીમ, ભાજપના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ સહિત પ્રદેશના ખેરડી અને અંબોલી પંચાયતના પૂર પીડિતોની મુલાકાત લઇને આવશ્યક ખાદ્ય સામગ્રી પહોંચાડી હતી. ફળ, અનાજ, પાણી, શાકભાજી અને માસ્કનું પણ આ સાથે વિતરણ કરવામાં આવ્યુ હતુ. તેમજ ભાજપના કાર્યકર્તાઓએ પીડિતોને સુખ દુ:ખમાં સાથે રહીને આશ્ર્વાસન આપ્યુ હતુ.

આ સહયોગ કામગીરીમાં ભાજપ જિલ્લા અધ્યક્ષ અજય દેસાઇ યુવા મોરચાના અધ્યક્ષ વિશાલ પટેલ, શહેર પ્રમુખ આશિક ઠકકર વગેરે ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Loading...