શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!! નફો બુક કરો…!!!

128

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!!

ગત સપ્તાહે વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે ભારતીય શેરબજારોમાં પણ તેજી આગળ વધી હતી. ચાઈનામાં કોરોના વાઈરસના કારણે અંદાજીત ૨૦૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા સાથે ૪૪૦૦૦થી વધુ લોકો આ વાઈરસના ભરડામાં વિશ્વભરમાં સપડાયાના આંકડા છતાં ચાઈના આ ભયમાંથી બહાર આવવાના પ્રયાસો વચ્ચે ફરી લોકો રૂટીનમાં આવવા લાગ્યાના અહેવાલો અને વૈશ્વિક બજારોમાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ એક વર્ષની નીચી સપાટીએથી પાછા ફરી વધી આવતાં અને એશીયા, યુરોપના બજારોમાં રિકવરી સાથે ફોરેન ફંડોનું ઈન્ડેક્સ બેઝડ શેરોમાં શોર્ટ કવરિંગ વધ્યા સાથે ફ્રન્ટલાઈન શેરોમાં વેલ્યુબાઈંગ નોંધાયેલ પરંતુ કોર્પોરેટ ઈન્ડિયાના ત્રીજા ત્રિમાસિક પરિણામોના અંતિમ દોરમાં અનેક સ્મોલ, મિડ કેપ, ફ્રન્ટલાઈન કંપનીઓના પરિણામો નબળા જાહેર થતાં ખાસ સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓનું મોટું ઓફલોડિંગ થતું જોવાયું હતું જયારે બીજી બાજુ ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ ફંડોની શોર્ટ કવરિંગ સાથે આક્રમક તેજી રહી હતી.

ચાઈનાના અર્થતંત્રને કોરોના વાઈરસથી ફટકો પડયા સામે ભારતીય ઉદ્યોગો-નિકાસકારો પાસે યુરોપ,અમેરિકાની કંપનીઓની નિકાસ વેપાર માટેના અહેવાલો વચ્ચે કોર્પોરેટ ઈન્ડિયા, ઉદ્યોગોની કામગીરીમાં ઝડપી રિકવરીની અપેક્ષાએ ફંડો દ્વારા ઈન્ડેક્સ બેઝડ અને સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલ બન્યા હતા ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ વધીને બ્રેન્ટ ૧.૨૦ ડોલર વધીને ૫૫.૨૧ ડોલર નજીક રહ્યા હતા.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીયે તો….

સ્થાનિક ક્ષેત્રે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો ભારતીય અર્થતંત્ર માટે સૌથી મહત્ત્વનું ડેવલપમેન્ટ છે. બ્રેન્ટ ક્રૂડમાં છેલ્લા પખવાડિયામાં ૧૫%થી વધુના ઘટાડા બાદ પણ બાઉન્સના અણસાર નથી અને ટેક્‌નિકલી તે નરમાઈ સૂચવી રહ્યો છે.બ્રેન્ટ ક્રૂડ નજીકના સમયગાળામાં જ ૫૦ ડોલરની નીચે જતો રહે તો નવાઈ નહીં કારણ કે સૌથી મોટા ક્રૂડ વપરાશકાર ચીન ખાતે હાલમાં વપરાશમાં જંગી ઘટાડો જોવા મળ્યો છે. બીજી બાજુ ઓપેક અને અન્ય ઉત્પાદકો માટે તત્કાળ ઉત્પાદન ઘટાડો કરવા અંગે હજુ સુધી કોઈ સહમતી નથી જોવા મળી. કોરોના પાછળ જિયોપોલિટિકલ રિસ્ક્સ પણ હળવા થઈ શકે છે ચીનની કેટલીક ફેક્ટરીમાં તબક્કાવાર ધોરણે ઉત્પાદન ચાલુ થયું છે અને તેનાથી સેન્ટિમેન્ટ પોઝિટિવ બન્યું છે ચીનમાં કેટલીક ફેક્ટરીમાં ઉત્પાદન ફરી ચાલુ થયું હોવાથી મેટલની માગમાં સુધારો થવાની શક્યતા છે. ઓટો સેક્ટરમાં પણ હકારાત્મક વલણ હતું, કારણ કે ચીનમાં શટડાઉનને કારણે વૈશ્વિક સપ્લાયને અસર થઈ રહી છે.

જાન્યુઆરીમાં રિટેલ ફુગાવો વધીને ૭.૫૯% થયો હતો જે લગભગ છ વર્ષની ટોચે હતો દરમ્યાન ભારતે ડિસેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં નેગેટિવ વૃદ્ધિ દર્શાવી છે અને તેમાં ૦.૩% ઘટાડો થયો હતો. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં એકંદર ખાદ્યાન્ન ફુગાવો ૧૩.૬૩% થયો હતો જે અગાઉના મહિનાના ૧૪.૧૯% ફુગાવા કરતાં થોડો નીચો હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આઉટપુટ ઘટવાના કારણે ડિસેમ્બરમાં આઇઆઇપીમાં ૦.૩% ઘટાડો થયો હતો. ડિસેમ્બર ૨૦૧૮માં આઇઆઇપીથી માપવામાં આવતા ફેક્ટરી આઉટપુટમાં ૨.૫%ની વૃદ્ધિ નોંધાઈ હતી.

મિત્રો, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯ ૨૦ માં વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

વિદેશી સંસ્થાઓના વાર્ષિક રોકાણ સંદર્ભે જોઈએ તો નવેમ્બર ૨૦૧૯ સુધીમાં અંદાજીત રૂ.૧૨૯૨૪.૯૩ કરોડની ખરીદી, ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં અંદાજીત રૂ.૬૯૪.૧૨ કરોડની ખરીદી, જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં અંદાજીત રૂ.૫૩૫૯.૫૧ કરોડની વેચવાલી તેમજ ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીમાં અંદાજીત રૂ.૧૪૬૬.૮૫ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.

મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૧૯ ૨૦ માં સ્થાનિક સંસ્થાઓના રોકાણકારો દ્વારા

સ્થાનિક સંસ્થાઓના વાર્ષિક રોકાણ સંદર્ભે જોઈએ તો નવેમ્બર સુધીમાં અંદાજીત રૂ.૭૯૭૦.૨૯ કરોડની વેચવાલી, ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં અંદાજીત રૂ.૭૪૦.૭૬ કરોડની વેચવાલી, જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં અંદાજીત રૂ.૧૦૭૩.૪૯ કરોડની ખરીદી તેમજ ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીમાં અંદાજીત રૂ.૧૩૦૦.૮૫ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

બજારની ભાવિ દિશા…..

મિત્રો, વિશ્વના મેન્યુફેક્ચરિંગ હબ એવા ચીન ખાતે કોરોના વાઇરસની પ્રતિકૂળ અસર પાછળ ઉત્પાદન પર નોંધપાત્ર અસર જોવા મળી રહી છે આને કારણે વૈશ્વિક બજારોમાં સેન્ટિમેન્ટ પોઝિટિવ ટકી શકતું નથી. ભારતીય બજારે જાન્યુઆરી ૨૦૨૦ દરમ્યાન નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી હતી અને તેથી ફરી એકવાર કોન્સોલિડેશન તમ્ક્કામાં ટ્રેડ કરી રહ્યું છે. જો કે હવે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો થયો છે અને ડીડીટીને કંપનીઓ માટે નાબૂદ કરવામાં આવ્યો છે તેથી રોકાણકારો ભારતમાં ચુકવવામાં આવેલા તમામ ટેક્સ માટે તેમના વતન દેશમાં ક્રેડિટ માગી શકશે. ડીડીટીની નાબૂદીથી એફઆઇઆઇ ખુશ થશે કારણ કે જંગી ડિવિડન્ડ ચુકવતી કંપનીઓ આકર્ષક બનશે. આવી કંપનીઓમાં રોકાણપ્રવાહ આવી શકે છે.

આર્થિક નરમાઈ અને ચીનમાં કોરોના વાઇરસના ભયને કારણે ભારતના શેરબજાર માટે અપવર્ડ મોમેન્ટમ જાળવી રાખવાનું પડકારજનક છે. આ સ્થિતિમાં સારા વળતરનો ટ્રેક રેકોર્ડ ધરાવતી ક્વોલિટી કંપનીઓને વળગી રહેવું વધુ હિતાવહ છે. વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર માઠી અસરના નેગેટીવ પરિબળ છતાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડા અને વિવિધ ઉત્પાદનો માટે વિશ્વના ખરીદદારો ભારત તરફ વળી રહ્યાના અહેવાલો વચ્ચે કોર્પોરેટ-ઉદ્યોગ જગતની કામગીરીમાં વધુ રિકવરીની અપેક્ષાએ ફંડોની ભારતીય શેરબજારોમાં ખરીદી વધતી જોવાઈ છે અલબત આગામી સપ્તાહમાં બજાર વધ્યા મથાળેથી ઈન્ડેક્સ બેઝડ નફારૂપી વેચવાલી નોંધાવશે.

બાકી મારા અંગત અભિપ્રાય તરીકે “તબક્કાવાર નફો બુક કરે એ જ શાણો રોકાણકાર”…કેમ ખરું ને ….!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૨૧૨૯ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૨૩૩ પોઇન્ટના પ્રથમ અને ૧૨૨૭૨ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૨૦૮૮ પોઇન્ટથી ૧૨૦૬૦ પોઇન્ટ, ૧૨૦૩૩ પોઇન્ટની અતિ મહત્વની નીચી સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૨૨૭૨ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૦૮૯૯ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૧૨૭૨ પોઇન્ટના પ્રથમ અને ૩૧૪૭૪ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૦૮૦૮ પોઇન્ટથી ૩૦૬૭૬ પોઇન્ટ, ૩૦૫૦૫ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૧૪૭૪ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) બાલાજી એમાઈન્સ લિ. ( ૪૦૯ ) :-  કેમિકલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૪૨૩ થી રૂ.૪૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૪૪૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) નિર્લોન લિ. ( ૨૯૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૮૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૭૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૦૮ થી રૂ.૩૧૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) અક્ષરકેમ (ઈન્ડિયા) લિ. ( ૨૭૭ ) :- રૂ.૨૬૬ નો પ્રથમ તેમજ રૂ.૨૫૫ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૮૮ થી રૂ.૨૯૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) અતુલ ઓટો લિ. ( ૨૪૯ ) :- ઓટો સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૬૭ થી રૂ.૨૭૨ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) JBM ઓટો ( ૨૩૭ ) :- રૂ.૨૨૦ નો પ્રથમ તેમજ રૂ.૨૧૩ ના સ્ટોગ સપોર્ટથી ઓટો પાર્ટસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૫૩ થી રૂ.૨૬૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) નેલ્કો લિ. ( ૨૧૯ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૨૦૩ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૨૮ થી રૂ.૨૩૨ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) રુબી મિલ્સ લિ. ( ૨૧૩ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૯૭ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૨૨૩ થી રૂ.૨૩૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) રેમકો સિસ્ટમ્સ લિ. ( ૧૬૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેક્નોલૉજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૭ આસપાસ રોકાણકારે રૂ.૧૭૭ થી રૂ.૧૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) કોટક બેન્ક ( ૧૬૮૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૬૭૭ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૭૦૭ થી રૂ.૧૭૧૭ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) લાર્સન લિ. ( ૧૨૯૫ ) :- આ સ્ટોક રૂ.૧૨૮૦ નો પ્રથમ તેમજ રૂ.૧૨૭૩ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૩૦૯ થી રૂ.૧૩૨૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) ઈન્ફોસિસ ( ૭૯૦ ) :- ૧૨૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૭૭૮ નો પ્રથમ તેમજ રૂ.૭૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક ટેક્નોલૉજી સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૮૦૨ થી રૂ.૮૧૨ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) ઇન્ડીગો ( ૧૪૪૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૭૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૪૨૭ થી રૂ.૧૪૧૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૯૭ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) ટેક મહિન્દ્રા ( ૮૩૫ ) :- રૂ.૮૪૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૫૩ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૮૨૨ થી રૂ.૮૧૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૮૬૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) એકસિસ બેન્ક ( ૭૩૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૫૨ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૭૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૭૨૩ થી રૂ.૭૧૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૬૬ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

 

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) V2 રિટેલ લિ. ( ૮૭ ) :- ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૩ થી રૂ.૯૭ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) શ્રેયસ શિપિંગ ( ૮૪ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે શિપિંગ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૭ ના અતિ મહત્વના સપોર્ટ થી ખરીદવાલાયક સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૦ થી રૂ.૯૭ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે….!!!

) ટોક્યો પ્લાસ્ટ ઈન્ટરનેશનલ ( ૬૫ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૦ નો પ્રથમ તેમજ રૂ.૫૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક પ્લાસ્ટિક પ્રોડક્ટ સેકટર નો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૭૨ થી રૂ.૭૭ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) પનામા પેટ્રોકેમ લિ. ( ૫૭ ) :- રૂ.૪૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૨ થી રૂ.૬૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૬૬ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફ્ટી ફ્યુચર સાપ્તાહિક રેન્જ ૧૨૦૩૩ થી ૧૨૨૩૩ પોઈન્ટ ધ્યાને લેશો…..!! 

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

Loading...