આત્મનિર્ભરમાં ડંકો વાગ્યો: સેમસંગ હવે ભારતમાં ટીવીનું ઉત્પાદન કરશે

સેમસંગે આઇટી અને ઇલેકટ્રોનિકસ મંત્રી રવિ શંકર પ્રસાદને લખ્યો પત્ર: ડિસેમ્બર સુધીમાં ભારતમાં ટેલીવિઝન પ્લાન્ટ નાખશે

મેઇ ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાને વિવિધ ક્ષેત્રે દેશને સ્વાવલંબી બનાવવા આગેકુચ કરી છે. આ અભિયાનમાં દેશ-વિદેશની કંપનીઓ જોડાઇ રહી છે ત્યારે દક્ષિણ કોરિયાની આને ભારતમાં પ્રસિઘ્ધ એવી સેમસંગ કંપનીએ ટીવીનું ઉત્પાદન હવે ભારતમાં જ કરવાની જાહેરાત કરી છે.

તાજેતરમાં સેમસંગે આઇટી અને ઇલેકટ્રોનીકસ મંત્રી રવિશંકર પ્રસાદને પત્ર લખી જણાવ્યું હતું કે તે હવે , ભારતમાં જ ટેલીવીઝન સેટનું સ્થાનીક ઉત્પાદન કરવાનું આયોજન ઘડી રહ્યાં છે. ડીસેમ્બર માસ સુધીમાં તેઓ આ માટેની કામગીરી શરુ કરી દેશે પરંતુ આ માટે પહેલા તેમને સરકારની મંજુરીની જરુર રહેશે અને જયાં સુધી એ સુનિશ્ચિત ન થઇ જાય કે, ભારતમાં ટેલીવીઝનના ઉત્પાદન માટેની સમગ્ર આંતર માળખાકીય સુવિધા અનુકુળ રહેશે કે નહિ ત્યાં સુધી આ માટેના જરૂરી પાર્ટસ આયાત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે છેલ્લા ર૦ વર્ષમાં પ્રથમ વખત ગત ૩૦મી જુલાઇએ આયાત થતાં ટેલીવીઝન સેટસ ઉપર મહંત અંશે નિયંત્રણ મુકવાની જાહેરાત કરી હતી. જેથી કરીને ચીનમાંથી આયાત કરવામાં આવતા ઇલેકટ્રોનીકસ ઉપકરણો પર પ્રતિબંધ લગાવી શકાય અને ભારતમાં જ તેનું ઉત્પાદન કરવા ઉત્પાદકોને પ્રોત્સાહિત કરી શકાય.

સેમસંગ કંપની ભારત દેશમાં વિશાળ માર્કેટ ધરાવે છે. સ્માર્ટ ફોન અને અન્ય ક્ધઝયુમર ઇલેકટ્રોનીકસ આઇટમ માટે ભારતમાં મોટો ગ્રાહક વર્ગ છે. આયાતી ટેલીવીઝનો પર રોક લગાવતાં આ સેમસંગ કંપનીએ હવે, ભારતમાં જ ટીવીઓનું ઉત્પાદન કરવાનો નિર્ણય કર્યો છે. જે મેક ઇન ઇન્ડિયા અને આત્મ નિર્ભર ભારત અભિયાનને તો બળ પુરુ પાડશે જ પણ આ સાથે ભારતની આર્થિક ગતિવિધીઓને પણ વેગ મળશે, આ અગાઉ સેમસંગનો ટીવી મેન્યુ ફેકટેરીંગનો પ્લાન્ટ દેશમાં માત્ર ચેન્નઇમાં જ હતો. જે પર ઇમ્પોર્ટ ડયુટી સરકારે વધારતા આ પ્લાન્ટ કંપનીએ વર્ષ ૨૦૧૮માં બંધ કરી દીધો હતો.

Loading...