આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના ફોર્મ આ તારીખથી મળશે ?

અશ્વિની કુમારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી.

તેમણે જણાવ્યું કે આ યોજના અંતર્ગત 10 લાખ લોકોને યોજનાનો લાભ મળશે, જ્યારે સીએમે ગઈકાલે કરેલી જાહેરાત પ્રમાણે જે લોકો નાના બિઝનેસ અને રિક્ષા ચાલકો અને ફેરિયા વાળાને લોન મળશે, જેમને 1 લાખ સુધીની લોન મળશે જે 6 મહિના પછી હપ્તા ભરવાના શરૂ થશે.

રાજ્ય સરકાર 6% વ્યાજ ભરશે અને લોન ધારકને માત્ર 2% જ વ્યાજ ભરવું પડશે

આ યોજનાના ફોર્મ તારીખ 21થી મલશે અને તેના માટે 5500 કરોડના ધિરાણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તેના માટે રાજ્યમાં 9000 જગ્યાએ યોજનાના ફોર્મ મળશે. જે ભરીને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાનો લાભ લઈ શકશે .

 

Loading...