Abtak Media Google News

મુખ્યમંત્રી રીલીફ ફંડમાં રૂ.૭.૫૪ કરોડ એક જ દિવસમાં એકઠા થયા:

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાંથી સેવાની સરવાણી વહી

બનાસકાંઠાના પુર પીડિતો માટે રાહતના ઘોડાપુર ઉમટયા છે. મુખ્યમંત્રી રૂપાણી બનાસકાંઠામાં પાંચ દિવસથી રોકાઈને પરિસ્થિતિ થાળે પાડવા માટે પ્રયાસ કરીરહ્યા છે.સંવેદનશીલ રૂપાણી સરકારે સ્થાનિકો પુનવર્સનની કામગીરી શરૂકરી દીધી છે.ગઈકાલે વિજયભાઈ રૂપાણીએ પોતાનો જન્મદિવસ પૂર પીડિતોને સમર્પિત કર્યો હતો.બનાસકાંઠાના પૂર પીડિતો માટે એક જ દિવસમાં રૂ.૭.૫૪ કરોડનું દાનમળ્યું છે.ઠેર-ઠેરથી સેવાની સરવણી વહી રહી છે. સ્વૈચ્છિક સંસ્થાઓ અને લોકો દાન એકઠું કરી સરકારની મદદ કરે છે.ગઈકાલે રૂ.૭.૫૪ કરોડ મુખ્યમંત્રી રાહત ભંડોળમાં અપાયા હતા.

આ તકે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, આ કપરા સમયમાં બનાસકાંઠાના પુર પીડિતોને પુન:વસન માટે કામગીરી થઈ રહી છે.ખાસ કરીને ધાનેરા ઉપર ધ્યાન કેન્દ્રીત કરવુ જરૂરી છે. ધાનેરામાં મોટા પાયે નુકસાન થતા સરકારે આ વિસ્તાર ઉપર ખાસ ધ્યાન આપ્યું છે.

બનાસકાંઠામાં બહોળા પ્રમાણમાં રાહત કાર્ય થઈ રહ્યું છે. ફુડ પેકેટ, કપડા, ધાબળા અને દવાઓ સહિતની સામગ્રી અસરગ્રસ્તોને પહોંચાડવામાં આવી રહી છે.

ગુજરાતના ક્રેડીયાએ રૂ.૨.૫ કરોડનું દાન અપાયું છે અને અસરગ્રસ્તોના પુન:વસનની જવાબદારી ઉપાડવાની જાહેરાત કરાઈ.આ ઉપરાંત સૌરાષ્ટ્રઅને સુરતમાંથી પણ બહોળા પ્રમાણમાં રાહત કાર્યોથયા છે.બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોના લોકો ઘર વિહોણા બન્યા છે. ઘરવખરી તણાઈ ગઈ છે. ઘરમાં પાણી ઘુસી જતા અનાજ બગડયું હોવાથી ખોરાક પુરતા પ્રમાણમાં નથી. જોકે સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સેવાભાવી આગેવાનો સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે.રોકડ તેમજ સામગ્રીની સહાય પહોંચાડાઈ છે. જીવદયાપ્રેમીઓએ પુર પીડિત પશુઓની સેવા માટે કવાયત શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.