Abtak Media Google News

મહિલા સુરક્ષા,કાયદાને સાયબર ક્રાઈમની જાણકારી અપાઈ

રાજકોટ રેલ મંડળમાં મહિલાઓ માટે સ્વપરીક્ષણ પ્રશિક્ષણ પરિસંવાદ યોજવામા આવ્યો હતો. મંડળ રેલવે મેનેજર પરમેશ્ર્વર ફૂંકવાલના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય કર્મચારી ભવિષ્ય નીધિના સૌજન્યથી મંડળ કર્મચારી નિધિ દ્વારા મહિલા કર્મચારીઓ તથા તેમના પરિવારની મહિલાઓ, બાળકો માટે સ્વરક્ષણ પ્રશિક્ષણ, સાયબર ક્રાઈમ અને મહિલા સુરક્ષાંગેના કાયદાની જાણકારી આપવાના હેતુથી આ પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ મહિલા કલ્યાણ સંગઠનના અધ્યક્ષા શ્રીમતી કવિતા ફૂંકવાલે અધ્યક્ષપદ સંભાળ્યું હતુ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના સચિવ હીરેન મહેતાએ કર્મચારી કલ્યાણ કાર્યક્રમની જાણકારી આપી હતી. કેપ્ટન (નિવૃત) જયદેવ જોશી અને તેમની ટીમે મહિલાઓને સ્વરક્ષણ સંબંધે પ્રશિક્ષણ આપ્યું હતુ.

રાજકોટ પોલીસ કમિશ્નર કેવદ્વાર દ્વારા મોકલાયેલા મહિલા પોલીસ કર્મચારીઓએ સાયબર ક્રાઈમ વિષય પર પ્રેજન્ટેશન રજૂ કરી મહિલાઓને જાગૃત કરી હતી.

રાજકોટના વકીલ સંજય ડાંગરે મહિલા સુરક્ષા કાયદાઓ અંગેની જાણકારી આપી હતી શ્રીમતિ કવિતા ફૂંકવાલે સ્વરક્ષણ માટે પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખવાનો અનુરોધ કર્યો હતો. અને આ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ મહિલાઓનો આભાર માન્યો હતો. તેમણે સ્વસુરક્ષા માટે કાયમ જાગૃત રહેવા અપીલ કરી હતી આ પરિસંવાદનું આયોજન મંડળ કર્મચારી અધિકારી અને ડીએસબીએફનાં અધ્યક્ષ કમલેશકુમાર ભટ્ટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતુ મંડળ કર્મચારી કલ્યાણનિધિના સભ્ય શ્રીમતિ અવનીબેન ઓઝા, પુષ્પાબેન દવે, જયોત્સનાબેન મકવાણા, કલેમેન્ટ મચાડો, રાજેશ વાઘેલાયે કાર્યકમ્રને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન કલ્યાણ નિરીક્ષક ધર્મિષ્ઠા થોરીયાએ કર્યું હતુ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.