Abtak Media Google News

લોહાણા મહાપરિષદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે રાષ્ટ્રીય રધુવંશી ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૧૯ નું પોરબંદર ખાતે વિશાળ આયોજન કરેલ છે.

આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ રધુવંશી સમાજના યુવાનોમાં ઉચ્ચ આદશોની ભાવના દાખવવા છેલ્લા ૬૬ વર્ષથી સતત કાર્ય કરતી આપણી માતૃ સંસ્થા દ્વારા અનેક વિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જ્ઞાતિએ સમાજ અને રાષ્ટ્રનું અંગ છે. રાષ્ટ્રીય ઘડતરના નિર્માણ અંગે રાષ્ટ્રીય પ્રવાહ સાથે ચાલવા જ્ઞાતિ બંધુત્વ, ખેલદીલી તથા સાનિષ્ઠ સંગઠન, સેવા દ્વારા સિઘ્ધિ જેવા ગુણોના વિકાસ અર્થે લોહાણા મહાપરિષદ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૧૯ નું પોરબંદર ખાતે આયોજન કરેલ છે.

લોહાણા પરિષદની રાજકોટ જીલ્લાની ટીમનું સિલેકશનન કરવા માટે રવિવારે રાજકોટ ખાતે સવારે ૧૦ કલાકે બાલભવન ક્રિકેટ ગ્રાઉન્ડ રેસકોર્ષ રાજકોટ મુકામે રાખેલ છે. જેમાં દરેક ખેલાડી રધુવંશી સમાજના હોવા ફરજીયાત છે. દરેક ખેલાડીએ પોતાની સાથે ૩ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, જન્મના આધાર પુરાવા, ડ્રાઇવીંગ લાયસન્સ જેવા પુરાવા સાથે લાવવા ફરજીયાત છે જેમાં દરેક ખેલાડીએ પોતાની જેવી કે બોલર, બેસ્ટમેન, વિકેટ કીપર જેવા વિભાગનું અલગ અલગ સીલેકશન કરવાનું હોય તો તે રીતે પોતાની ઓળખ આપી તેમાં રજીસ્ટ્રેશન  કરાવવાનું રહેશે.

આ અંગે લોહાણા પરિષદના ટ્રસ્ટી વિણાબેન પાંઘી, નીતીનભાઇ રાયચુરા, લોહાણા મહાપરિષદના સૌરાષ્ટ્ર વિભાગના ઉપાઘ્યક્ષ સુરેશભાઇ ચંદારાણા, લોહાણા મહાપરિષદના સંયુકત મંત્રી કાશ્મીરાબેન નથવાણી સંયુકત મંત્રી મીતલભાઇ ખેતાણી, લોહાણા મહાપરિષદના રમત ગમત સમીતીના સૌરાષ્ટ્ર વિભાગના ઉપાઘ્યક્ષ હેમતભાઇ લાખાણી, મંત્રી જયેશભાઇ માંડવીયા, વધુ માહીતી માટે ધવલભાઇ કકકડ મો. નં. ૯૪૨૮૬ ૯૯૯૫૬ નો સંપર્ક કરવો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.