Abtak Media Google News

રૂ. ૫૦ લાખનો પ્રથમ હપ્તો મુખ્યમંત્રીના વરદ હસ્તે  વિતરણ કરાયો: સો. યુનિ. ને એસ.એસ.આઇ.પી. પ્રોજેકટ હેઠળ સરકાર દ્વારા  રૂ. કરોડ મંજુર

સતત પ્રગતિશિલ અને વિઘાર્થીઓના હિત તથા વિકાસને પોતાના અગ્રીમ સ્થાન પર રાખતી સૌરાષ્ટ્ર યુનિ.ને સરકારની એસ.એસ.આઇ.પી. (સ્ટુડન્ટ સ્ટાર્ટ એન્ડ ઇનોવેશન પોલીસી) અંગર્તત રૂ પ લાખ મંજુર થયા છે. આ ગ્રાન્ટનો પ્રથમ ભાગ રૂ ૫૦ લાખ તા. ૨૬-૯ ના રોજ મહાત્મા મંદીર, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી રૂપાણીના વરદહસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.વિઘાર્થીઓ પોતાના નવીન વિચાર ને સાકાર કરવા માટેની તક શોધતા હોય છે. વિઘાર્થીઓને જો પોતાના ટેકનોલોજી વિકાસ માટેના વિચારોને પ્રાયોગિક રીતે સહાયરુપ કોઇ માઘ્યમ મળી રહે તો તેઓ એક નવી ટેકનોલોજીને મોટા સ્વરુપમાં લાવી આજની અનેક સમસ્યાઓનું નિરાકરણ કરી શકે છે. આ ઉપરાંત તેઓ ઉઘોગ સાહસિક બની શકે છે. અને જોબ સીકરને બદલે જોબ ગીવર બને છે.વિઘાર્થીઓને આ માઘ્યમ પુરુ પાડવા માટે સૌરાષ્ટ્ર યુનિ. ને સરકારે આ આર્થીક સહાય કરી છે. આ સહાયની મદદથી યુનિવસીર્ટીમાં એક અઘ્યતન સુવિધાવાળી લેબોરેટરી, વૈજ્ઞાનીક સાધનો, હાઇટેક કલાસ‚મની સુવિધાઓ વગેરે ઉભા કરવામાં આવશે. વિઘાર્થીઓ પોતાના વિચારને લેબોરેટરી કક્ષાએ સાકાર કરી શકે અને તેને મોટું સ્વરુપ આપીને ઉઘોગ સાહસીક બને તથા તેમનો આ વિચાર સમાજ ઉપયોગી બની રહે તે હેતુથી સૌરાષ્ટ્ર યુનિ.નું  એસ.એસ.આઇ.પી.સેલ કાર્ય કરશે. વિઘાર્થીઓ પોતાના સ્ટાર્ટઅપ ઉભુ કરી શકે તે માટેની સુવિધા તથા માર્ગદર્શન પુરુ પાડવા માટે યુનિવસીર્ટીએ પોતાની એકએસ.એસ.આઇ.પી. સેલની રચના કરવામાં આવી છે અને વિઘાર્થીઓને પ્રાથમીક માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે. રાજય સરકારશ્રીમાં આ એસ.એસ.આઇ.પી. પોલીસી હેઠળ યુનિવસીટીએ અરજી કર્યા બાવ કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ થોડા સમય પહેલા કુલસચિવ ડો. ધીરેન  પંડયા અને અન્ય અધિકારીઓ સાથે શિક્ષણ વિભાગના અગ્રસચિવ અને તેમની ટીમ સમક્ષ એક પ્રેઝન્ટેશન કે જેમાં યુનિવસીટી દ્વારા આ સેલ થકી વિઘાર્થીઓને જે કોઇ સહાય પુરી પાડવામાં આવશે તે બાબતે પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવેલ હતું. હાલ ગુજરાતની માત્ર ૩ જ યુનિવસીટીને આ એસ.એસ.આઇ.પી. ગ્રાન્ટ માટે પસંદગી મળી છે જેમાં સૌરાષ્ટ્ર યુનિ.નો સમાવેશ થયેલ છે.આ ગ્રાન્ટના પ્રથમ તબકકાને રૂ ૫૦ લાખ નો ચેક ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીના હસ્તે આજરોજ મહાત્મા મંદીર ખાતે સૌરાષ્ટ્ર યુનિ. ના પ્રતિનિધિઓ મુખ્ય હિસાબી અધિકારી ડો. કે.એન.ખેર, કેમેસ્ટ્રી ભવના પ્રો. નલીયાપરા તથા ફાર્મસી ભવનના અઘ્યક્ષ ડો. મિહિર રાવલ દ્વારા સ્વીકારવામાં આવેલ હતા આ ગ્રાન્ટથી સૌરાષ્ટ્ર યુનિ. ની ગૌરવ ગાથામાં વધુ એમ ઉમેરો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.