પોલીસ હેડ કવાર્ટર ખાતે બે દિવસીય શહેર ટ્રાફિક બ્રીગેડનો પસંદગી મેળો

રાજકોટ ટ્રાફીક એજયુ. ટ્રસ્ટ દ્વારા

૪૪૮ ટ્રાફીક બ્રિગેડની જશે પસંદગી: ૧૮ થી ૩પ વર્ષના તેમજ ધો.૯ પાસ ઉમેદવારો ભાગ લઇ શકશે

શહેરની વસ્તી દિન-પ્રતિદિન વધતી રહીછે. તેમજ શહેરની ટ્રાફીક સમસ્યા દિવસે દિવસે ગંભીર બની રહી છે. તદઉપરાંત અપુરતા પોલીસ

સ્ટાફના કારણે ટ્રાફીક નિયમન કરવું અતિશય દુશ્કર બની રહ્યું છે. તેવા સમયે શહેરમાં પ્રાયોગાત્મક ધોરણે ટ્રાફીક બ્રીગેડની સ્થાપના કરવામાં આવેલ હતી સ્ટેન્સ વધારવા ટ્રાફીક સમસ્યાને હળવી બનાવવામાં મહદ અંશે સફળ રહી છે. આ ટ્રાફીક બ્રીગેડનો વ્યાપ વધારવા અને સમસ્યા માટે પોલીસ સ્ટાફને મદદરૂપ બનવા ટ્રાફીક બ્રીગેડ અતિ ઉપયોગી સિઘ્ધથયેલ છે.

રાજકોટ શહેર ટ્રાફીક એજયુકેશન ટ્રસ્ટ દ્વારા આગામી તા. ૨૧-૧૦ તથા તા. ૨૨-૧૦ ના રોજ પોલીસ હેડ કવાર્ટર ખાતે ૪૪૮ જેટલા ટ્રાફીક બ્રિગેડની પસંદગી કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.આ પસંદગી માટે ઉમેદવારની વય ૧૮ થી ૩પ વર્ષ અને ધોરણ ૯ પાસ મહીલા પુરુષ પસંદગી પ્રક્રિયામાં સામેલ થઇ શકશે.

જે પસંદગીમાં પુરુષની ઉંચાઇ પ ફુટ ૬ ઇંચ તથા મહીલાની ઉચાઇ પ ફુટ પ ઇંચ તેથી વધુ ઉંચાઇના શારીરિક રીતે સક્ષમ હોવા જોઇએ તથા રાજકોટ શહેરના રહીશ તેમજ જેમના વિરૂઘ્ધ કોઇ ગુન્હો નોંધાયેલ ન હોય તેવા ઉમેદવાર આ પ્રક્રિયામાં સામેલ થઇ શકશે અને પસંદગીને પાત્ર રહેશે.આ અંગે જરૂરી ફોર્મ તેમજ અન્ય વિગતો માટે શહેર ટ્રાફીક શાખા જામટાવર ખાતેથી મળી શકશે તેમ યાદીમાં જણાવાયું છે.

Loading...