Abtak Media Google News

માસ્ક પહેર્યા વિના નીકળેલા ૨૯ વ્યક્તિઓ પાસેથી રૂપિયા ૨૯ હજારનો દંડ વસુલાયો

શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે, શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળોએ દંડ અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે, તેમજ માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો સામે પણ દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવે છે. આજે ફરજીયાત માસ્ક અંગેના જાહેરનામાંનો ભંગ કરવા બદલ ૨૯ આસામીઓ પાસેથી રૂપિયા ૨૯ હજારનો દંડ વસુલ કરવામાં આવેલ અને પરા બજાર ખાતે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ ૧૨ રેંકડીઓ જપ્ત કરવામાં આવેલ છે, તેમ મ્યુનિ, કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, ઘરની બહાર નીકળવાનું ટાળો, અને બહુ જ જરૂરી કામે બહાર નીકળવાનું થાય તો મ્હો અને નાક ઢંકાઈ તે માસ્ક પહેરવું. વારંવાર સાબુથી હાથ સાફ કરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, પોતે કોરોનાથી બચશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.