બચ્ચન પાંડે ફિલ્મમાં અક્ષય કુમારનો આ લુક જોઈને તમે પણ તેના ફેન થઈ જશો :

બોલિવૂડનો ફેમ એક્ટર અક્ષય કુમાર જે પોતાની એક્ટિંગ માટે જાણીતા છે . તે કોઈ પણ પ્રકારની ભૂમિકાને ભજવી શકે છે પછી તે કોમેડી રોલ હોય કે કોઈક ગંભીર સૈનિકનો રોલ હોય તે કોઈ પણ રોલ ખૂબ સારી રીતે ભજવી શકે છે.હાલના દિવસોમાં તે પોતાની આગામી ફિલ્મ બચ્ચન પાંડેના શૂટિંગમાં વ્યસત છે , જેમાં તે અત્યંત આકર્ષક લુકમાં જોવા મળશે.

ફિલ્મનું પોસ્ટર રિલિઝ થયા બાદ આ ફિલ્મ ખૂબ જ ચર્ચામાં છે પ્રેક્ષકો આ ફિલ્મની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અક્ષય કુમારની આ ફિલ્મની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે જેને અક્ષયના ફેન્સે ખૂબ પસંદ કરી છે.

બચ્ચન પાંડે મૂવીનાં ફોટાઓમાં અક્ષયનાં ચહેરા પર દાઢી અને કપાળ પર શાલ સાથે ભારે સોનાની ચેન પહેરેલો જોવા મળી રહ્યો છે. તેના કાનમાં કળી પહેરેલી છે અને તેની એક આંખ વાદળી રંગની બતાવવામાં આવી છે. બધા જ ફોટાઓમાંથી અક્ષયે પણ એક ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કર્યો છે ફોટાની સાથે ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી છે. બચ્ચન પાંડે 26 જાન્યુઆરી 2022 ના રોજ રિલીઝ થશે એટલે કે, આ ફિલ્મ જોવા માટે દર્શકોને એક વર્ષ સુધી રાહ જોવી પડશે .

Loading...