Abtak Media Google News

સ્વામીનારાયણ ગુરુકુલ વિશ્ર્વવિઘા એસજીવીપી ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો: માનવ મહેરામણ દર્શનાર્થે ઉમટયો

 સ્વામીનારાયણ ગુરુકુલ વિશ્ર્વવિઘા પ્રતિષ્ઠાનમ એસજીવીપી ખાતે શા. માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉ૫સ્થિતિમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો. કાર્યક્રમની શરુઆતમાં ગાયક દર્શનપ્રિયદાસજી સ્વામીએ ગુેરુ મહિમાનું ર્કિતન ગાન કર્યુ હતું. અને ગુરુકુલ અમદાવાદના વિઘાર્થીઓએ ગુરુ વંદનાનું નૃત્યુ કર્યુ હતું.

ગુરુકુલના મુખ્ય ટ્રસ્ટી નવીનભાઇ દવેએ તેમજ ગુરુકુલના તમામ સંતોએ અને આવેલા તમામ હરિભકતોએ ગુરુ સ્થાને બિરાજીત માધવપ્રિયદાસજી સ્વામીએ હાર પહેરાવી ગુરુ પુજન કર્યુૃ હતું.

આ પ્રસંગે સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીએ ગુરુ રામાનંદ સ્વામીથી માંડીને ગુણાતીત પરંપરાના તમામ સંતોને સંભારી માનસિક ભાવ પૂજન કર્યુ હતું.

પ્રાસંગીક પ્રવચન કરતા માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ગુરુના ગુરુતો ભગવાન છે. ખરેખર તો ગુરુપૂણિમા એટલે વ્યાસ પૂજનનો દિવસ ગુરુ પૂર્ણિમા એટલે ભારત વર્ષની સંત પરંપરાને વંદન કરવાનું મહાન પર્વ સમગ્ર દેશમાં અનેક પર્વો ઉજવાય છે. તેમાં ગુરુ પૂર્ણિમાનું પર્વ પર્વ ભારતીય સંસ્કૃતિનું શિરમોડ પર્વ છે. વેદ વ્યાસ ભગવાને શ્રીમદ્દ ભાગવત, મહાભારત આદિ ગ્રંથોની રચના અને વેદોના ચાર ભાગ કરી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખીને વિશ્ર્વના ગુરુ સ્થાને મૂકીછે.

એવા વેદ વ્યાસ ભગવાનના ઋણને ભારતીય પ્રજા કયારેય ભૂલી શકે તેમ નથી. આજનો દિવસ એ ઋણ સ્વકારનો અને કૃતજ્ઞતા વ્યકત કરવાનો દિવસ છે. ઉપરોકત વાકયો ગુરુકુલમાં ઉજવાઇ રહેલ ગુરુ પૂર્ણીમા મહોત્સવ પ્રસંગેસ્વામી માધવપ્રિયદાસજી સ્વામીએ ઉચાર્યા હતા.

સ્વામીજીએ જણાવેલ ક, ભારત દેશ મહાન છે. ઋષિમુનિઓનો દેશ છે. ભારતે કોઇ દેશ ઉ૫ર આક્રમણ કરેલ નથી. જે આવ્યા તેને પોતાનામાં સમાવી દીધા છે. તે વેદ વ્યાસ ભગવાનની ધારાઓને વહન કરનારા ઋષિમુનિદઓના દ્રષ્ટિકોણને ફાળે જાય છે.

આ પ્રસંગે વડતાલ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે ઓડિયો વિઝયુઅલ માઘ્યમથી આશીર્વાદ આપતા જણાવ્યુ હતું કે આજે ગુરૂપૂર્ણિમાનું પનોતું પર્વ છે. ભારતભરમાં આજે આ ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. તેજ પ્રમાણે આજે છારોડી ગુરુકુલમાં દેશવિદેશમાં સ્વામીનારાયણ ધર્મ તેમજ ભારતીય સંસ્કૃતિને દિગંતમાં ફેલાવી રહેલ વિદ્વાન શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની નિશ્રામાં ગુ‚પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાય છે. જાણી અત્યંત આનંદ થાય છે. આજે વ્યાસ પૂજનનો દિવસ છે ગુરુ ના ગુરુ તો ભગવાન નારાયણ છે.એવા નારાયણ ભગવાનનું જે ભવન કરે છે તે મહાસુખિયો થઇ જાય છે.

આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

આવેલ તમામ હરિભકતોએ ગુ‚ સ્થાને બિરાજમાન પૂ. માધવપ્રિયદાસજી સ્વામીને હાર પહેરાવી પૂજન કર્યુ હતું. આ પ્રસંગે  મુંબઇથી નવિનભાઇ દવે, મધુભાઇ દોંગા, વિપુલભાઇ ગજેરા, ડી.કે.શાહ, ધીરુભાઇ આસ્વાર, ભુપેન્દ્રભાઇ મહેતા, પરસોતમભાઇ બોડા, કનુભાઇ જસાણી, તેમજ રાજકોટ, સુરત, વડોદરા, નાગપુર, કચ્છ, સૌરાષ્ટ્ર, દિલ્હી, મુંબઇ, પનવેલ, નાગપુર, વગેરે સ્થળોએથી મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યા હતાં.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.