Abtak Media Google News

દેશના એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે ત્યારે ગુરુવારે 15મી ઓગસ્ટે સ્વાતંત્ર પર્વ પણ હોય આતંકી હુમલાની આશંકા વચ્ચે રાજકોટ એરપોર્ટ ઉપર પણ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે. એરપોર્ટને ફરતે સીઆઈએસએફના જવાનોનું લોખંડી સુરક્ષા કવચ કરી દેવાયું છે, જ્યારે એરપોર્ટ રોડ પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

એરપોર્ટનો ગેટ, પાર્કિંગ, ટર્મિનલ બિલ્ડિંગમાં સુરક્ષા જવાનો દરેક યાત્રિકોની સઘન તપાસ કરી રહ્યા છે. યાત્રિકોએ પણ સામાન્ય દિવસો કરતા હાલ એરપોર્ટ પર ફ્લાઈટના સમય કરતા એક કલાક વહેલું આવી જવું પડશે. યાત્રિકોના સમાન, વ્યક્તિ તપાસ, વાહન ચેકિંગ સઘન કરી દેવાયું છે.

એરપોર્ટના ચારે’ય ખૂણે વોચટાવર પર બાયનોક્યૂલર સાથે હથિયારધારી સીઆઈએસએફના જવાનો વોચ રાખી રહ્યા છે. યાત્રિકોની સાથે એરપોર્ટના કર્મચારીઓ, ફ્લાઈટના ક્રૂ મેમ્બર અને પાઈલટનું પણ ચેકિંગ અને તપાસ કરાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.