Abtak Media Google News

કંપની દ્વારા પાંચ વર્ષ જૂની અને ૫૦ હજાર ઓછા કીમી ચાલેલી કંપનીના ટેકનીશીયનો દ્વારા પ્રમાણીત સેકન્ડ હેન્ડ બાઈકો વેચવા મૂકાયા

ઈટાલીની જગવિખ્યાત લકઝરી મોટર સાયકલ કંપની ડુકાટીએ ભારતમાં સેકન્ડ હેન્ડ મોટર સાયકલો વેચવાનો નિર્ણય કર્યો છે. કંપની પોતાના સેકન્ડ હેન્ડ મોટરસાયકલ વેંચવા માટે ડુકાટી માન્ય શોરૂ માથી બનાવશે તેવી જાહેરાત કંપની દ્વારા ગઈકાલે કરવામાં આવી છે. કંપની પાંચ વર્ષ સુધીનાં જૂના બાઈકો કે જે ૫૦ હજાર કિલોમીટર સુધી ચાલેલા હોય તેવા કંપની પ્રમાણીત ૩૫ ટેકનીકલ ચેક થયેલી મોટર સાયક્લો વેચવા મૂકશે.

ડકેતી કંપનીની વેબસાઈટ મુજબ બે ડુકાટી ડેવેલ કાર્બન અને એક ડકેતી સુપરસ્પો વેચવા મૂકાય છે ૨૦૧૫ મોડેલની ડુકાટી ડેવેલ કાર્બન મોટર સાયકલ રૂ. ૫.૮૮ લાખ વેચવા મૂકાય છે. જેના નવા મોટર સાયકલની પ્રારંભીક કિમંત ૧૬ લાખ રૂ. છે. આ અંગે ડુકાટી ઈન્ડીયાના એમ.ડી.સર્ગી કેનોવાસએ જણાવ્યું હતુ કે ડુકાટી ની લકઝરીયસ અને પ્રિમીયમ બાઈકોનો ભારતીયોને અનુભવ કરાવવા અને રિસેલ ક્ષેત્ર દ્વારા ભારતના મોટર સાયકલ ફિલ્ડમાં પ્રવેશ કર્યો છે.

ડુકાટી કંપનીના અનુભવી સર્વીસ ટેકનીશીયનો દરેક બાઈકોની વિવિધ પ્રકારની ૩૫ ટેકનીકલ ચેકીંગોને કરશે જે બાદ પસંદ થયેલી બાઈકોને સેકન્ડ હેન્ડમાં વેંચાણ માટે મુકાશે તે માટે કંપની વોરંટી અને રોડ પરની મદદો કરશે તેમ જણાવીને કેનોવાસએ ઉમેર્યું હતુ કે આની પાછળ અમારો ઉદેશ્ય એવો છે કે ભારતીયોને યોગ્ય સેકન્ડ હેન્ડ બાઈકો દ્વારા નવી ડુકાટી બાઈકો ખરીદવા માટે આકર્ષિત કરવા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.