Abtak Media Google News

રાજુલા માર્કેટીંગ યાર્ડ ખાતે જિલ્લા ભાજપની ટિફીન મીટીંગ અને સ્નેહમિલન યોજાયું; કેન્દ્રીય કૃષીમંત્રી રૂપાલા, દિલીપભાઈ સંઘાણી, હિરાભાઈ સોલંકી, હિરેશ હિરપરા, મધુભાઈ ભુવા, કાળુભાઈ વિરાણી સહિતના મહાનુભાવો તેમજ તમામ તાલુક્ધાા આગેવાનો, ખેડુતો ઉપસ્થિત રહ્યાં

રાજુલાના માર્કેટીંગ યાર્ડના વિશાળ શેડમાં અમરેલી જિલ્લા ભાજપની ટિફીન મીટીંગ અને સ્નેહમિલનનો કાર્યક્રમ કેન્દ્રીય કૃષિમંત્રી પરશોતમભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ સ્નેહમિલન, ટિફીન મિટીંગને સંબોધન કરતા રાષ્ટ્રીય સહકારી આગેવાન અને અમરેલી જિલ્લામાં ભાજપનો પાયો મજબુત બનાવનાર પ્રદેશ ભાજપના દિગ્ગજ નેતા દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતુ કે અમરેલી જિલ્લા મથકે જિલ્લાભરનાં ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો અને વર્ષોથી જે તે ગામો શહેરોનાં કોઈપણ સરકારી વિભાગને લગતા પ્રશ્નોનો ઉકેલ ન આવ્યો હોય તેવા પ્રશ્નો આ મીટીંગમાં કાર્યકર્તાઓ, લાવતા અને મીટીંગમાં લેખીતમા રજુ થયેલા પ્રશ્નોના ઝડપ ભેર ઉકેલ લાવવા અમે સૌએ સરકારમાં રજૂઆતો કરી તેનો ઉકેલ લાવતા અને લાવીએ છીએ. દિલીપભાઈએ સહકારી ક્ષેત્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનનો પણ ઉલ્લેખ કર્યો હતો. અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનોલાભ છેવાડાના ગામ સુધી અને માનવી સુધી પહોચે તે જોવા કાર્યકર્તાઓને આહવાન કર્યું હતુ.

કાર્યક્રમને સંબોધન કરતા કેન્દ્રીય કૃષિમંત્રી પરશોતમભાઈ રૂપાલાએ કહ્યું હતુ કે અગાઉની કેન્દ્ર સરકારો ખેડુતો માટે ઓછી અને અપૂરતી સહાયો જાહેર કરતી પરંતુ કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવ્યા પછી ખેડુતોના હિતમાં અનેકવિધ યોજનાઓ કાર્યરત થઈ છે. પહેલાની સરકારો દેશભરનાં ખેડુતો માટે ૮ લાખ કરોડ રૂપીયા આપતી આજે આપણી કેન્દ્ર સરકાર દેશભરનાં ૧૪ કરોડ ખેડુતો માટે ૧૪ લાખ કરોડ રૂપીયાની યોજના લાવી છે. ખેડુતોને બેંકમાં ખાતુ ખોલાવી દોઢ લાખ રૂપીયાનું ક્રેડીટ કાર્ડ મળે છે. પણ ૧૪ કરોડ ખેડુતોમાંથી આજ સુધીમાં ૮ કરોડ ખેડુતો એજ ક્રેડીટ કાર્ડનો લાભ લીધો છે.

ભાજપનો પ્રત્યેક કાર્યકર્તા પોત પોતાના ગામમાં ખેડુતોને ક્રેડીટ કાર્ડ કઢાવી આપવા કમર કચશે તોઆ જિલ્લાનાં એકપણ ગામનો એકપણ ખેડુત ક્રેડીટ કાર્ડ વિનાનો નહિ રહે તે માટે મહેનત કરવા રૂપાલાએ કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો.

Img 20191103 Wa0031

સ્વચ્છતા સફાઈ અંગે બોલતા રૂપાલાએ કહ્યું હતુ કે આ સ્વપ્નું સાકાર કરવા આપણે બીડીના ઠુંડા, કે પ્લાસ્ટીકનો કચરો કે તમે જે માવો ખાતા હોતે માવો તમારા હાથની રેખામાં ચોળીને ખાવ છો તેને તમે ગમે ત્યાં ફેંકો તો તમારા હાથની રેખા ફેકાશે અને તેના ઉપર કોઈ પગ મૂકશે તો તમારા હાથની ભાગ્યની રેખા ઉપર પણ પગ મૂકયો ગણાશે તે માટે આવું બધુ બંધ કરો, ૩૭૦ કલમ વિશે બોલતા રૂપાલાએ કહ્યું હતુ કે આપણુ સૈન્ય પહેલા પણ બળવાન હતુ અને આજે પણ છે. પરંતુ કાશ્મીરમાં કેટલાક તત્વો આપણી સેનાના જવાનો ઉપર પથ્થરમારો કરતા સેના પાસે આધુનિક હથીયારો હોવા છતા તેનો ઉપયોગ ન કરી શકતા કારણ કે તેમને એવી સુચનાઓ નહતી અજે આપણી એજ સેના છે એજ કાશ્મીર હવે કોઈ માયનો લાલ સેના ઉપર પથ્થર તો ફેંકીજુએ શું પરિણામ આવે છે.

પુર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકીએ પરશોતમભાઈ રૂપાલાને વિનંતી કરી હતી કે ચોમાસાની વિદાય પછી અહી ચાર વાર વરસાદ થયો છે. ખેડુતોનો ખેત પાક અત્યારે ખેતરોમાં પડયો છે. ત્યારે આ ખરીફ પાક પલડી જતા ખેડુતોને પડયા પર પાટુ જેવું થયું છે. તો જરૂરી સર્વે કરી ખેડુતોને વળતર મળે તેવી માંગ કરી હતી.

આ અંગે રૂપાલાએ કહ્યું હતુ કે હું થોડા સમયથી સૌરાષ્ટ્રમાં ફરૂ છું મોટાભાગેથી આપણી પાર્ટીના કાર્યકર્તાઓ અને ખેડુતો પાસેથી અતિવૃષ્ટિથી નુકશાની થયાની રજૂઆતો મળી છે. હિરાભાઈએ આજે આ પ્રશ્ન અહી રજૂ કરીને સમગ્ર સૌરાષ્ટ્રના ખેડુતોની ચિંતા વ્યકત કરી છે. આ પ્રશ્ર્ને હું રાજય સરકાર અને કેન્દ્ર સરકારમાં ધારદાર અસરકારક રજૂઆત કરીશ રાજય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને આ પ્રશ્ર્નનો ખેડુતોના હિતમાં વ્યાજબી નિવેડો આવે તે માટે ઘટતુ કરવાની ખાત્રી આપી હતી.

આ સમારોહમાં અમરડેરીના ચેરમેન અશ્ર્વીન સાવલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ હિરેશ હિરપરા, પૂર્વ ધારાસભ્યો મધુભાઈ ભુવા, કાળુભાઈ વિરાણી, બાલુભા તંતી, મનસુખ ભુવા, વી.વી. વઘાસીયા અને સમગ્ર અમરેલી જિલ્લાના ૧૧ તાલુકાઓનાં ભાજપી આગેવાનો સહિત મોટી સંખ્યામં ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.