Abtak Media Google News

બાળકને શોધવા માટે ગઈકાલ રાત થી નર્મદા કેનાલનું પાણી બંધ કરાયું: મોરબી ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા ફરી સવાર થી શોધખોળ શરુ

મોરબીના શાપર ગામ માં જુના કપડાનો વેપાર કરવા આવેલ દેવીપૂજક પરિવારનો બાળક ગઈકાલે બપોરે અકસ્માતે નર્મદા કેનાલ માં ગરક થયા બાદ અથાગ પ્રયત્નો કરવા છતાં ના મળી આવતા નર્મદા કેનાલના પાણી બંધ કરી આજ સવાર થી ફરી સર્ચ ઓપરેશન શરુ કરાયું છે.

જાણવા મળતી વિગતો મુજ્બમોરબી નજીકના શાપર ગમે પેટિયું રળવા આવેલા વિજયભાઈ દેવીપૂજકનો પુત્ર સાહિલ (ઉ.૭) શાકભાજી લેવા જય રહેલ પોતાની માતા પાછળ જતો હતો ત્યારે અચાનક જ નર્મદા કેનાલ પડી જતા કેનાલના  ઘસમસતા પ્રવાહ  બાળક ને ખેંચી ગયા હતા.

જોકે ઘટના ની જાણ થતાજ સ્થાનિક ગ્રામ જનોએ બાળક ને બચાવવા પ્રયાસો હાથ ધર્યા હતા પરન્તુ કેનાલ ના પ્રચંડ પ્રવાહમાં બચાવનારાઓ ની કરી ફાવી ન હતી

બીજી તરફ ઘટનાની જાણ થતા જ મોરબી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો પણ શાપર કેનાલ ખાતે પહોંચ્યો હતો અને ફાયર ના તારવૈયાઓ એ બાળકને શોધવા ભારે જહેમત ઉઠાવી હતી પરન્તુ મોદી રાત્રી સુદી બાળકનો પતો લાગ્યો ન હતો.

દરમિયાન નર્મદાની ધ્રાંગધ્રા કેનાલમાં ડુબી ગયેલ દેવીપુજક બાળકની લાશને શોધવા માટે કેનાલ બંધ કરવા આદેશ આપવામાં આવ્યો હતો અને રાત્રીના ત્રણ વાગ્યા થી નર્મદા કેનાલ માં પાણીનો પ્રવાહ બંધ કરવામાં આવ્યો છે અને હવે પાણી નું સ્ટાર નીચું ઉતારતા નવ વાગ્યાથી ફરીથી બાળક ની લાશ શોધવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે

મોરબી ફાયર બ્રિગેડના વિનયભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે ગઈકાલે બાળક ને શોધવા ખુબ પ્રયાસો કરાયા હતા પરંતુ બાળક નો મૃતદેહ ક્યાંક અટક્યો હોય લાશ મળી શકી નહતી હવે જયારે આજે પાણીનું સ્ટાર ઘટ્યું છે ત્યારે સવારથી ફરી બાળક ની શોધખોળ કરવામાં આવી રહી હોવાનું તેમને જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.