Abtak Media Google News

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના આદેશને પગલે સિરસા સ્થિત ડેરા સચ્ચા સૌદાના મુખ્યાલયમાં આજથી મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ડેરામાં તલાશી માટે 6000 જવાનોની તહેનાતી કરવામાં આવી છે. ઉપરાંત તપાસ માટે જેસીબી મશીન બોલાવવામાં આવ્યા છે. ગુરુવારે કોર્ટ દ્વારા નિયુક્ત કમિશનર એ.કે. પંવાર સિરસા પહોંચ્યા હતા. તપાસમાં બેંક એકાઉન્ટ્સની તપાસ માટે 100 બેન્ક કર્મચારીઓને પણ સામેલ કરાયા છે. સર્ચ ઓપરેશનની તૈયારી માટે ગુરુવારે 2 કલાક બેઠક યોજાઈ હતી. જ્યાં સુધી ઓપરેશન ચાલશે ત્યાં સુધી કર્ફ્યૂમાં ઢીલ નહીં આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે 28 ઓગસ્ટે સીબીઆઇની સ્પેશિયલ કોર્ટે રામ રહીમને બે કેસમાં મળીને 20 વર્ષની સજા સંભળાવી હતી.

ડેરાના પ્રવક્તાએ કરી શાંતિ જાળવવાની અપીલ

ડેરા સચ્ચા સૌદાના સિરસા સ્થિત હેડક્વાર્ટરમાં કરવામાં આવી રહેલા સર્ચ ઓપરેશનને ધ્યાનમાં લઈ ડેરાના પ્રવક્તા વિપાસના ઇન્સાને જણાવ્યું કે, “ડેરાએ હંમેશા કાયદાનું પાલન કર્યું છે. સમર્થકોને શાંતિ જાળવવાની અપીલ છે.”

એક્શન પ્લાનઃ હેડક્વાર્ટરમાં સર્ચ ઓપરેશન માટે સેટેલાઇટ દ્વારા ડેરાનો મેપ કાઢવામાં આવ્યો છે. ઓપરેશનને ધ્યાનમાં રાખી તેને અલગ-અલગ હિસ્સામાં વહેંચી દેવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.