સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતા પાંચ દુકાનો સીલ

માસ્ક નહી પહેરનારા ૨૭ આસામીઓ પાસેથી ૨૭ હજારનો દંડ વસુલાયો

શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે, શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળોએ દંડ અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે, તેમજ માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો સામે પણ દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવે છે. દરમ્યાન આજે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ પાંચ દુકાનો સીલ કરવામાં આવી છે, અને શહેરમાંથી ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ૨૭ આસામીઓ પાસેથી રૂપિયા ૨૭,૦૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે, તેમ મ્યુનિ, કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

આજે જે દુકાનો સીલ કરવામાં આવી છે એમાં રામાપીર ચોકડી ખાતેની દેવજીવન ટી હોટલ, જય દ્વારિકાધીશ ટી હોટલ, હરસિધ્ધી ડીલક્સ પાન, જાહલ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ અને પનઘટ ડીલક્સ પાનનો સમાવેશ થાય છે. ઉપરાંત શહેરમાં જાહેર માર્ગો પણ માસ્ક પહેર્યા વિના અવરજવર કરતા ૨૭ વ્યક્તિઓ પાસેથી દંડ વસુલ કરવામાં આવેલ છે.માસ્ક નહી પહેરનારા ૨૭ આસામીઓ પાસેથી ૨૭ હજારનો દંડ વસુલાયો.

Loading...