Abtak Media Google News

એક રિસર્ચ અનુસાર ધૂળ કે ડસ્ટને કારણે બાળકના સંપર્કમાં આવતાં કીટાણુ તેની ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. વધુ સાફ વાતાવરણમાં રહેવાને કારણે ઍલર્જી વાનું રિસ્ક વધી જાય છે

માર્કેટિંગ અને ઍડ્વર્ટાઇઝિંગે સમગ્ર દુનિયાને બદલી નાખી છે. સારાને ખરાબ, ખરાબને સારુંં કહી મગજમાં ઘુસાડનાર આ બન્ને તત્વોને કારણે આપણી સમગ્ર જીવનશૈલી બદલાઈ ગઈ છે. આજે શહેરી રહેણીકરણીમાં ઢળેલા એક ઘરની વાત કરીએ તો એ ઘરની ટાઇલ્સ કીટાણુી ૯૯.૯ ટકા મુક્ત કરનાર ફિનાઇલી સાફ કરવામાં આવે છે, ડોક્ટરો દ્વારા અપ્રૂવ્ડ કિચન-કલીનરી ગેસ-સ્ટવ અને પ્લેટફોર્મ લૂછવામાં આવે છે, વાસણો પણ જર્મ-ફ્રી ડિશ-વોશી જ ધોવામાં આવે છે. પીવાના પાણી માટે પ્યુરિફાયર છે તો શાકભાજી અને ફળો સાફ કરવા માટે ઓઝોન ડિસ્ઇન્ફેક્ટન્ટ ડિવાઇસ. બ્રશ માટે ૧૦૦ ટકા જમ્ર્સને મારી નાખનાર ટૂપેસ્ટ, નાહવા માટે મેડિકેટેડ સોપ, ટોઇલેટ સાફ કરવા માટે ઍન્ટિબેક્ટેરિયલ ટોઇલેટ ક્લીનર, હા ધોવા માટે લિક્વિડ સોપ અને બહાર જાઓ ત્યારે સો નાનકડી બોટલ સેનિટાઇઝરની અને વેટ ટિશ્યુ જેી બહારના જમ્ર્સી બચી શકાય અને હજી એ ઓછું હોય એમ બાળકોની રૂમમાં ખાસ બેક્ટેરિયારહિત બેડશીટ્સ અને હાઇપોઍલજીર્નિક તકિયો પણ લોકો રાખતા હોય છે. કપડાં સેનિટાઇઝ ઈ શકે એવાં વોશિંગ-મશીન પણ માર્કેટમાં અવેલેબલ છે. આમ માર્કેટમાં એ બધું જ અવેલેબલ છે જે એક ઘરને હોસ્પિટલના ઑપરેશન યિેટર જેવો જર્મ-ફ્રી કરી શકે. પણ વિચારવાની જરૂર એ છે કે ખરેખર એની જરૂર છે ખરી?

કીટાણુ શબ્દને એટલી હદે નેગેટિવ બનાવવામાં આવ્યો છે કે લાગે કે જાણે એ જ આપણા પરમશત્રુ છે અને ચારે તરફી બસ એ આપણા પર હુમલો કરી રહ્યા છે અને આપણે માર્કેટમાં ઉપલબ્ધ અલગ-અલગ વસ્તુઓી આપણું રક્ષણ કરવા મંડી પડ્યા છીએ. કોપનહેગન યુનિવર્સિટીના રિસર્ચરોએ સાબિત કર્યું કે નાનપણમાં જેટલા ધૂળ અને જમ્સર્નો સામનો કરવામાં આવે એટલું જ સમગ્ર જીવન દરમ્યાન ઍલર્જીી બચી શકાય છે. આ રિસર્ચ માટે રિસર્ચરોએ ૪૧૧ બાળકોને પસંદ કર્યા હતાં જેઓ જન્મી લઈને ૧૨ વર્ષ સુધીનાં યાં ત્યાં સુધી તેમનો સ્ટડી કરવામાં આવ્યો હતો. તેમના શરીરમાં મળી આવેલા જુદા-જુદા બેક્ટેરિયા અને તેમને ઈ શકે એવી ઍલર્જીના રિસ્ક વચ્ચે તેમણે ડાયરેક્ટ લિન્ક શોધી હતી. જેટલા વધુ બેક્ટેરિયા એટલો ઍલર્જીી વધુ બચાવ એવું તેમણે સિદ્ધ કર્યું હતું. નાની ઉંમરમાં મળતું ધૂળ અને માટીનું એક્સપોઝર આ બાળકોને વધુ હેલ્ધી બનાવે છે એવું આ રિસર્ચમાં નોંધવામાં આવ્યું. વળી એમાં કહેવામાં આવ્યું કે આ પ્રકારના એક્સપોઝરી બાળકની ઇમ્યુનિટી સ્ટ્રોન્ગ બને અને તેનું મગજ વધુ સતર્ક બને.

કીટાણુની ઓળખ  

કોઈ પણ સામાન્ય વ્યક્તિને આર્ય કે કીટાણુ જ તો છે જેને કારણે વ્યક્તિ બીમાર પડે અને તેને જાત-જાતની ઍલર્જી ાય તો એ કઈ રીતે વ્યક્તિને આ રિસ્કી બચાવે? જ્યારે પણ કોઈ કીટાણુ વ્યક્તિના શરીર પર અટેક કરે છે ત્યારે શરીરમાં એક સિસ્ટમ છે જેને આપણે રોગપ્રતિકારક શક્તિ કહીએ છીએ જે એની સામે લડે છે. કીટાણુ આપણા દુશ્મન છે એમ સમજીએ તો એ દુશ્મનની ઓળખ પણ આપણા માટે જરૂરી છે નાનપણમાં જ્યારે આ પ્રકારનું એક્સપોઝર મળે ત્યારે આપણને એની ઓળખ ઈ જાય છે. એની સો કઈ રીતે લડવું એ શરીરને આવડી જાય છે. આમ જ્યારે નાનપણી જ એનું એક્સપોઝર મળે ત્યારે પહેલેી જ એ રોગપ્રતિકારક શક્તિ જેને આપણે ઇમ્યુન સિસ્ટમ કહીએ છીએ એને સ્ટ્રોન્ગ બનાવે છે અને આગળ જતાં બીજા રોગો અને ઍલર્જીી બચાવે છે.

નાનપણી જ શું કામ?

આપણે ત્યાં ઘણાં ઘરોમાં નાના બાળકને તો ખૂબ વધારે સારસંભાળી રાખવામાં આવે છે. તેને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન ન ાય એ માટે તેને ધૂળ અને ડસ્ટી તો કોસો દૂર રાખવામાં આવે છે. ૬ મહિના સુધી સેનિટાઇઝેશન વાપર્યા વગર તેને કોઈ અડતું ની. નાનપણી જ તેને ધૂળ-માટીનું એક્સપોઝર કઈ રીતે લેવા દેવાય? અહીં એક વસ્તુ સમજવા જેવી છે કે કોઈ પણ પ્રકારના નવા એક્સપોઝરની અસર બાળક પર દેખાય જ છે પછી તે ૬ મહિનાનું હોય કે ૬ વર્ષનું. જેમ કે જન્મેલું બાળક સીઝન બદલાય એટલે ોડું માંદું પડે છે. મોટા ભાગના લોકો માને છે કે મોટા યા પછી બાળક નવું એક્સપોઝર સહી શકશે, નાનું છે એટલે નહીં સહી શકે. આ ખોટી માન્યતા છે, સમજવા જેવી વાત એ છે કે તમે તેને ધૂળમાં રમવા જ નહીં દો, એનાી એકદમ બચાવીને જ રાખશો તો તેનામાં એ કીટાણુઓ માટેની ઇમ્યુનિટી ડેવલપ જ નહીં ાય. એટલે તેની ઉંમર વધારે હોવા છતાં તે માંદું પડશે અને લાંબો સમય તેને એનાી દૂર રાખશો તો તેનું શરીર એ વસ્તુઓ પ્રત્યે ઍલર્જી ડેવલપ કરશે જેને કારણે આજે જોશો તો ઘણાં બાળકોને ધૂળ-માટીની ઍલર્જી જોવા મળે છે.

શું કરવું?

જેમ વધારે પડતી ગંદકી ખરાબ છે એમ વધારે પડતું હાઇજીન પણ ખરાબ છે. એ બન્ને વચ્ચે બેલેન્સ જાળવવું જરૂરી છે. બાળકને મેદાનમાં રમવા જવા દેવું જેટલું જરૂરી છે એટલું જ મહત્વ જમતાંં પહેલાં હા ધોવડાવવાનું છે. આમ રૂટીન હાઇજીનનું ધ્યાન જરૂરી છે, પરંતુ એનો અતિરેક બરાબર ની. નવજાત બાળકની રૂમ સાફ રાખવી જરૂરી છે, પરંતુ એનો ર્અ એ ની કે તમે તેને જેટલી વાર પકડો સેનિટાઇઝર વડે હા સાફ કરીને જ પકડો. આમ શું કરવું અને શું ન કરવું એની સમજ કેળવવી જરૂરી છે.

હાઇજીન હાયપોીસિસ

હાઇજીન હાયપોીસિસ એક એવી યિરી છે જે માને છે કે જ્યારે બાળકને વધુ ને વધુ સાફ વાતાવરણમાં રાખવામાં આવે છે ત્યારે તે ઍલર્જી ઈ શકે એવા ઍલર્જનના સંપર્કમાં આવતું ની. નાનપણી ડેવલપ ઈ રહેલી તેમની રોગપ્રતિકારક શક્તિના સંપર્કમાં આ ઍલર્જન્સ આવે એ જરૂરી છે, પણ એ ન આવવાને કારણે બાળકની રોગપ્રતિકારક શક્તિ વી જોઈએ એવી ડેવલપ તી ની અને આવાં બાળકો ખૂબ સરળતાી ઍલર્જીનો શિકાર બને છે. ભારતમાં આજે એવા ઘણા પરિવારો છે જે બાળકોને વધુપડતા હાઇજીનમાં ઉછેરે છે. આ બાળકો જે ઍર-કન્ડિશનરી પેક ઘરોમાં રહે છે, બહાર ફક્ત કારમાં ફરે છે તેમનો બહારના વાતાવરણ સાે સંપર્ક નહીંવત્ છે. તેવાં બાળકો અસ્મા જેવી ઍલર્જિક કન્ડિશનનો શિકાર ખૂબ જલદી બની જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.