વેજ્ઞાનિકોની નવી શોધ: એટીએમમાં મોઢું દેખાડો અને પૈસા લઈ જાવ !!

અત્યાર સુધી ફકત મોબાઈલ ફોનમાં જ ચહેરો જોઈને લોક ખોલવાની સુવિધા હતી જેના દ્વારા મોબાઈલ ફોનની સેફ્ટી જળવાઈ રહે છે પરંતુ હવે એટીએમમાં પણ આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. ટેકનોલોજીકલ કંપની ઇન્ટેલ દ્વારા એક નવી ફેશિયલ રિકોગ્નીશન સિસ્ટમ રજૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ યૂઝરનાં ચહેરાને ઓળખશે અને તરત જ એટીએમ કામ કરવા લાગશે. ઇન્ટેલે આ ટેકનોલજી વિકસાવવા માટે એક્ટિવ ડેપ્થ સેન્સર્સનો ઉપયોગ કર્યો છે. કંપનીએ એવો દાવો કર્યો છે કે આ ટેકનોલોજી દ્વારા વપરાશકર્તાની સાચી ઓળખ કરવામાં આવશે. જેનાથી વધતાં જતાં ફ્રોડ પર અંકુશ લાદી સકાશે. આ ટેકનોલોજી સંપૂર્ણપણે સલામત અને સચોટ છે.

અન્ય કઈ વસ્તુઓ માટે આ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે ??

ઇન્ટેલ દ્વારા વિકસાવાયેલી આ ફેસ આઈડી સિસ્ટમનો અન્ય ઘણાં ગેજેટ્સ સાથે પણ ઉપયોગ કરી સકાશે. તેમાં સ્માર્ટ લોક, એટીએમ, ગેટ કંટ્રોલ વગેરે ગેજેટ્સનો સમાવેશ છે. કંપનીના જણાવ્યા મુજબ, તેનું વેચાણ આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં શરૂ થશે. તે ભારત ઉપરાંત બીજા દેશોમાં પણ વેચાણ માટે ઉપલબ્ધ કરાશે.

શું છે ફેશિયલ રેકોગ્નિશન સિસ્ટમ ??

આ એક બાયોમેટ્રિક સિસ્ટમ છે જે ચહેરા, આંખો, મોંના કોમ્બિનેશન સાથે વ્યક્તિને ઓળખે છે. તે ચહેરાની 3ડી ઇમેજ બનાવે છે અને પછી તે ઈમેજ ડેટાબેઝમાં સેવ થાય છે. ફેશિયલ રેકોગ્નિશન સિસ્ટમની શોધ અમેરિકન વૈજ્ઞાનિક વુડી બ્લેડસો, હેલેન ચેન વુલ્ફ અને ચાર્લ્સ બિસન દ્વારા કરવામાં આવી હતી.

આ ડિવાઇસની કિંમત $ 99ડોલર એટલે કે આશરે 7,300 રૂપિયા હશે. આ ડિવાઇસને એફ પેરીફેલરનું 455 મોડેલ નામ અપાયું છે. આ સિસ્ટમ માટે બુકિંગ શરૂ થઈ ગયા છે.

વપરાશકર્તાઓ માટે કેવી રીતે ફાયદાકારક છે

આ સિસ્ટમ દ્વારા વ્યક્તિની આઈડી ચોરી થવાનું જોખમ ઓછું થશે કારણ કે તેમાં ટ્રેડિશનલ ઓથેંટીકેશન પદ્ધતિ અપનાવવામાં આવી છે. જેમાં ફ્રોડનું જોખમ વધુ રહે છે. કંપનીનું કહેવું છે કે આ ટેક્નોલોજી સમય અનુસાર યૂઝરનાં ચહેરામાં જે બદલાવ આવે છે તેને અનુરૂપ પણ કાર્ય કરશે. ઘણા દેશોમાં આ ટેકનોલોજી અમલમાં મુકાઈ છે. કોઈ પણ વ્યક્તિ ચહેરાની ઓળખ વિના એટીએમમાં પ્રવેશ કરી શકતો નથી.

Loading...