ઉત્તેજનાનો અણસાર, શુક્ર ઉપર જીવનની ઉપસ્થિતિના વૈજ્ઞાનિકોને મળ્યા પુરાવા

કુદરતના વિરાટ સર્જન બ્રહ્માંડમાં આપણા પૃથ્વીની સ્થિતિ, જગ્યા અને હેસીયત એક નાના ટપકાનાય રઝકણ જેવી છે. શાસ્ત્રો, પુરાણો, ધર્મગ્રંથ અને પ્રાચીન માન્યતાઓને સાચી ગણીએ તો પૃથ્વી ઉપરાંત સ્વર્ગલોક અને પાતાળલોકમાં જીવન હોવાની વાતો આપણે એક યા બીજા માધ્યમથી ન મનાય તેવી હોવા છતાં અનુમાનોમાં અન્ય ગ્રહો પર જીવન હોવાની વાતના સાક્ષી બનતા આવીએ છીએ. તાજેતરમાં જ એક નવા અભ્યાસમાં શુક્ર પર જીવન હોવાના અણસાર વૈજ્ઞાનિકોને મળી આવતા સમગ્ર માનવ જાત માટે એક ‘રોમાંચનો વિષય’ બન્યો છે.

પૃથ્વી પરથી નરી આંખે ચમકતા સિતારા તરીકે નજરે પડતા તારા જેવા ગ્રહને આપણે શુક્ર તરીકે ઓળખીએ છીએ. શુક્રની પરિસ્થિતિ દિવસ દરમિયાન ચમકતો અને ઉકળતા ચરૂ જેવો હોય છે. તાપમાન એટલું ઉંચુ રહે છે કે તેમાં શીશુ પણ ઓગળી જાય. કાર્બનડાયોકસાઈડના વિભાજનથી અંદરના ભાગે પ્રચંડ ઉકળતું અને ગરમ વાતાવરણ હોય છે. વૈજ્ઞાનિકોએ સોમવારે કરેલી એક રોમાંચકારી જાહેરાતમાં શુક્ર પર કેટલાક જીવનના પુરાવાઓના અણસાર મળ્યા છે. નિષ્ણાંતોની ટીમે હવાઈ અને ચીલીના અલકામાં રણ વિસ્તારમાં ટેલીસ્કોપની મદદથી શુક્રનું અવલોકન કરી તેની સપાટીની અંદર ૬૦ કિ.મી. સુધી ઉંડાણમાં નજર દોડાવીને ઉપલા સ્તરના  વાદળામાં ફોસફાઈન નામના સળગતા ગેસનું તત્વ જોવા મળ્યું હતું. પૃથ્વી પર આ ગેસ ઝાડ-પાનના લાંકડા અને લીલી વનસ્પતિ સળગવાથી ઉત્પન્ન થાય છે. વૈજ્ઞાનિકોએ શુક્ર ઉપર ફોસફાઈનની હાજરીથી જીવના સંકેતોની આગાહી કરી છે. શુક્રની કુદરતી પ્રકૃતિ અંગેનું સંશોધન કરતા વૈજ્ઞાનિકોએ ગ્રહ ઉપર ફોસફાઈનની હાજરીની નોંધ કરી છે પરંતુ હજુ સુધી સંલગ્ન જીવના પુરાવાઓ શોધવાના બાકી છે. સંશોધકોનું માનવું છે કે, ફોસફાઈનની હાજરી માત્ર એ વાતની સાબીતી છે કે, શુક્રના સંશોધનમાં કંઈક નવું મળશે. ફોસફાઈનના ઉદ્ભવ અને તેની હાજરી માત્ર જીવના પુરાવાઓ માટે જરૂરી હોવાનું ભૌતિક અને રાસાયણીક રીતે સ્વીકારવું જોઈએ. લેખક જેન ગ્રીજે શુક્ર પર ફોસફાઈનની એકમાત્ર હાજરીને જીવનની શકયતાના પુરાવાઓ ન માની શકાય, સૂર્યના પડોશી ગણાતા શુક્ર પર ફોસફાઈનનું અસ્તિત્વ વૈજ્ઞાનિકો માટે સંશોધનનો નવો વિષય બન્યું છે. તેમણે જણાવ્યું કે, હું નથી માનતી અને કહેવું યોગ્ય પણ નથી કે ગ્રહો પર ફોસફરસ કેમ પહોંચ્યું. જીવનમાં ફોસફરસનું ખુબજ મહત્વ રહેલું છે. અન્ય કેટલાક તત્ત્વો ગરમ અને ઠંડા રૂપમાં પણ હોવાની શકયતા છે. ગ્રીજે વધુમાં ઉમેર્યું હતું કે, પૃથ્વી પછી કોઈપણ ગ્રહના ખડકમાંથી સૌપ્રથમવાર ફોસફાઈનનું તત્વ મળી આવ્યું છે.

રોમાંચ-ઉત્તેજના અભ્યાસ અંગેના પ્રતિભાવમાં સ્વીન બર્મ યુનિવર્સિટી ઓસ્ટ્રેલીયાના એલીયન ડફીએ જણાવ્યું હતું કે, ફોસફાઈનનો ઉદ્ભવ જીવાસ્મીના માધ્યમથી થાય છે. આપણે તેનું સર્જનની શકયતા બીન જૈવીક રીતે પણ સ્વીકારીએ તો પણ આ કોરડો ઉકેલવામાં રૂચીકર બને તેમ છે. તેમણે જણાવ્યું હતું કે, ફોસફાઈનનું મળવું એ વાતની સાબીતી આપે છે કે, પૃથ્વીની બહાર પણ જીવના સંકેતો છે. થોમસ જુરમુકીયન નાસાએ વિનસ પર ઉડતી કેટલીક અશ્ર્મીઓને જીવ અંગે આશાવાદનું કારણ ગણાવ્યું હતું.

શુક્ર ગ્રહ પૃથ્વીની વિરુધ્ધ દિશામાં પરિભ્રમણ કરે છે. ત્યાંનો એક દિવસ પૃથ્વી કરતા ૨૪૩ દિવસ લાંબો છે. આ વિષય વસ્તુ અને શુક્રની સ્થિતિ કાયમ માટે વૈજ્ઞાનિકો માટે રસના સંશોધનનો વિષય રહ્યો છે. વળી આ ગ્રહ તદન નજીક અને આપણા માતૃખંડથી ખુબજ નાનો છે. વળી કેટલાક વૈજ્ઞાનિકો શુક્રની આ પરિસ્થિતિને કલાઈટમેટ ચેન્જની દુરોગામી સ્થિતિ ગણાવે છે. શુક્ર પર સક્રિય જવાળામુખીઓ, લાવાના ધોધ અને જીવાસમીથી સર્જાતા ફોસફાઈનની હાજરી વૈજ્ઞાનિકોને સજીવ પુરાવા લાગે છે.

Loading...