Abtak Media Google News

વર્ષ ૨૦૦૦ માં ચારે બાજુ હલ્લો થયો હતો કે દુનિયાનાશ થવાની અણી છે. છતાં પણ કાંઈ ના થયું. એ દાવ પછી ફરી એક વાર સૃષ્ટિના નાશ થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અને આ વખતે આ દાવ કેટલાક શોધ કરતા દ્વારા કરવામાં આવી રહ્યો છે.

એમણે દુનિયાના વિનાશની પૂરી આશંકા વ્યક્ત કરી એમની શોધ પ્રમાણે લગભગ ૨૬ કરોડ વર્ષ પહેલા ધરતી પર પહેલી વખત મહાપ્રલય આવ્યો હતો. એના પછી ૬ વખત ધરતી ઉપરથી બધા જીવ જંતુ નામશેષ થઇ ગયા હતા. અમેરિકાની ન્યુયોર્ક યુનિવર્સિટીના પ્રોફેસર મિશેલ રેમ્પિનોએ એક શોઘરજુ કરતા કહ્યું કે, એવું ફરી એક વાર થઇ શકે છે.

પ્રોફેસર મિશેલ રેમ્પનોએ એ દરેક રીતનો અભ્યાસ કર્યો, કે જે ધરતીને વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે. પોતાના સંશોધનનો રજુ કરતા સમયે એમણે જણાવ્યું કે વિનાશ નું કારણ પર્યાવરણ સાથે કરવામાં આવતી રમત છે. એના પછી ધરતી ઉપર પુર, મહા પ્રલય અને જ્વાળામુખી વિસ્ફોટ જેવી ઘટના થઇ હતી. જ્વાળામુખી વિસ્ફોટ પછી આખી ધરતી ઉપર કેટલા કિલોમીટર સુધી લાવા રસ ફેલાય ગયો હતો. કેટલાય જીવ જંતુ અને માનવ પ્રજાપતિનો વિનાશ થઇ ગયો હતો.

શોધ પ્રમાણે, જે રીતે ધરતી નું તાપમાન વધી રહ્યું છે, એ જોતા મહાપ્રલય આવી શકે છે. પ્રોફેસર મિશેલ રેમ્પિનો પ્રમાણે આવું જ ચાલતું રહ્યું, તો ૭ મી વખત ધરતી નો વિનાશ થતા કોઈ રોકી નહીં શકે. એવી રીતે ભૂવિજ્ઞાનીઓએ પણ મહાપ્રલય ને લઈને એક થિયરી રજુ કરી છે.

પાંચ વખત મહાપ્રલય આવી ગયો છે, ક્રમ પ્રમાણે જોવા જઈએ તો પહેલા એટલે કે ઓર્ગોરિશિયન (૪૪.૩ કરોડ વર્ષ પહેલા), લેડ ડેવોનિયન (૩૭ કરોડ વર્ષ પહેલા), પર્સિયન (૨૫.૨ કરોડ વર્ષ પહેલા), ટ્રાયસિક (૨૦.૧ કરોડ વર્ષ પહેલા) અને ક્રેટેશિયન (૬.૬ કરોડ વર્ષ પહેલા) થયા હતા. ભૂવૈજ્ઞાનિકો પ્રમાણે, ૨૭.૭ કરોડ થી લઈને ૨૬ કરોડ વર્ષ પછી મહાપ્રલય આવે છે અને હવે એ સમય પૂરો થવા આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.