Abtak Media Google News

‘પિચડ્રોપ’નામનો પ્રયોગ ઓસ્ટ્રેલીયામાં ૧૯૨૭માં શરૂ કર્યો, આમાં લિકિવકમાંથી ટીપું કયારે પડે છે તે સંશોધન ચાલે છે

‘બુંદ સે ગઇ હોઝ સે નહી આતી’ઉકિત એનક વખત સાર્થક ઠરે છે આવું જ ૯૩ વર્ષોથી ચાલ્યા આવતા એક પ્રયોગમાં વૈજ્ઞાનિકો સાથે બની રહ્યું છે.

માનવ સમુદાયનાં કલ્યાણ માટે વિવિધ સંશોધનો દુનિયાભરમાં થતાં જ રહે છે. કેટલાક સંશોધનમાં તો શોધકર્તાએ પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાખેલ છે. વર્ષોની મહેનત પછી સારા પરિણામો વૈજ્ઞાનિકોને મળતા હોય છે. વિકસતા વિશ્ર્વમાં જર્મન, જાપાન, અમેરિકા, ચીન, ઇઝરાઇલ જેવા વિવિધ દેશો શોધ-સંશોધનમાં અગ્રેસર છે. મેડીકલ સાયન્સ કોમ્યુનીટીડીઝીસ કંટ્રોલ જેવા વિભાગો બેકટેરીયા જીવાણું વાયરસ ઉ૫ર વર્ષોથી સંશોધન કરતાં જ હોય છે. તેની સામે રસી કે તેને નાથવાની ચોકકસ દવા પણ આ જ વૈજ્ઞાનિકો બનાવે છે.

આજે મારે તમને એક એવા પ્રયોગની વાત કરવી છે કે જે છેલ્લા ૯૩ વર્ષથી ચાલે છે. ‘પિરાડ્રોપ’નામનો પ્રયોગ ઓસ્ટ્રેલીયામાં ૧૯૨૭ માં શરૂ કર્યો હતો. જેમાં કઠણ પ્રવાહીમાંથી કયારે ટીપું પડે છે તે વિષયક સંશોધન કરવામાં આવી રહ્યું છે. સામાન્યત: વૈજ્ઞાનિકો કોઇ પ્રયોગ કોઇ ચોકકસ નિષ્કર્મ પરિણામ હેતુ માટે કરતાં હોય છે અને તેને ઝડપથી પૂર્ણ કરવા સફળતા મેળવવા દિવસ-રાત મહેનત કરીને પૂર્ણ કરવા ઝઝુમતા હોય છે.

ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરમાં આવેલી કવીન્સલેન્ડ યુનિવર્સિટીના પ્રોફેસર થોમસ પર્નેલે ૧૯૨૭માં શરૂઆત કરી હતી. તે ફિઝિકલના પ્રોફેસર હતા, તેમનું પ્રયોગ શરૂ કર્યા બાદ ર૧ વર્ષે નિધન થઇ ગયું, પણ તેમને શરૂ કરેલ સંશોધક પ્રયોગ હજી આજની તારીખે પણ ચાલુ જ છે જે એક રેકોર્ડ બ્રેક ધટના છે.

આ પ્રયોગમાં લાયર પિચ નામનું પ્રવાહિ જે પદાર્થરૂપે હોય છે તેને એક ફલાસ્કમાં મુકવામાં આવે છે, અને બાદમાં તેને ટીપું પડવા માટે મુકી દેવામાં આવે છે. આ પ્રવાહી ‘પીચ’ ચીકણું અને કઠણ હોય છે. પણ તે એક પ્રવાહી (લિકવીક) છે, આ પ્રયોગ પાછળનો હેતું એવું જાણવાનો છે કે તે પ્રવાહીમાંથી ટીપું કયારે પડે છે. ખુબીની વાત એ છે કે ૯૩ વર્ષમાં ફકત નવ ટીપાં જ પડયા છે. અને તમને નવાઇ લાગશે કે આજ દિવસ સુધી કયારેય કોઇએ એ ટીપું પડતા જોયું નથી. ૧૯૨૭માં શરુ કરેલ પ્રયોગનું પ્રથમ ટીપું ૧૯૩૮માં અંતિમ માસે પડેલ જોવા મળેલ હતું.

એટલે કે પ્રયોગના અગિયારમા વર્ષે પ્રથમ ટીપું પડયું તો તે પ્રવાહી કેટલું કઠણ હશે, પડતા તો કોઇએ જોયું નહી, એકવાર તો બધાએ નકકી કરીને આ વિરલ ક્ષણને કેદ કરવા વેબ કેમેરા ગોઠવ્યા પણ અંતિમ સમયે કેમેરો ખરાબ થતાં નિષ્ફળતા સાંપડી હતી.

હવે આપણે આ ‘પિચ’પ્રવાહીમાંથી કયારે ટીપાં પડયા તે જાણીએ જેમાં ૧૯૨૭માં પ્રયોગની શરૂઆત કર્યા બાદ ડિસેમ્બર ૧૯૩૮માં પ્રથમ ટીપું, ફેબ્રુઆરી ૧૯૪૭માં બીજાું ટીપું, ૧૯૫૪માં એપ્રીલ માસમાં ત્રીજું ટીપુ, ૧૯૬૨માં ચોથું, ૧૯૭૦માં પાંચમું ટીપુ, ૧૯૭૯ માં છઠ્ઠી ટીપું, ૧૯૮૮માં સાતમું ને બે હજારની સાલમાં આઠમું ટીપું પડયું હતું. છેલ્લા એપ્રીલ-૨૦૧૪માં નવમું ટીપું પડયું હતું. પ્રયોગથી જાણવા મળ્યું કે દર આઠ નવ વર્ષે અંદાજે ‘વાયર પીચ’માંથી એક ડ્રોપ પડે છે. જે ફલાસ્કમાંથી પડે છે તેમાં એટલું ‘પીચ’ લીકવીક છે કે તે ઓછામાં ઓછું ૧૦૦ વર્ષ સુધી ચાલશે.આવા ચિત્ર-વિચિત્ર સંશોધનોમાં ઘણા પ્રયોગોમાં વૈજ્ઞાનિકો વર્ષોથી મથી રહ્યા છે. ૧૯૪૪ કવીન્સલેનડ યુનિ. અને આયલેન્ડની ટ્રીનીટી કોલેજમાં ‘પીચ’પ્રવાહીનું સંશોધન ચાલુ કરેલ હતુ. વૈજ્ઞાનિકોની વર્ષોની મહેનત બાદ ૧૧ જુલાઇ ૨૦૧૩માં તેને સફળતા મળી ને સંઘ્યા સમયે પડતા ટીપાંને કેમેરાથી રેકોર્ડ કરાયું આ વિશ્ર્વની પ્રથમ ધટના હતી કે જેમાં ‘વાયર પીચ’પ્રવાહીમાંથી ટીપું પડતા દ્રશ્ય વૈજ્ઞાનિકોએ નિહાળ્યું હતું પ્રવાહીના પડતા એક ટીપા માટે વર્ષોથી જહેમત ઉઠાવતા વૈજ્ઞાનિકોએ સગી આંખે નિહાળ્યું ત્યારે તેની ખુશીથી બધાં ઝુમી ઉઠયા હતા. પ્રયોગમાં ૯૩ વર્ષમાં માત્ર નવ ટીપા જ પડયા હતા. અને તેમાંય છેલ્લા ટીંપાની ઐતિહાસિક ધટના કેમેરામાં કેદ થઇ હતી. જે વિજ્ઞાનની એક અનોખી સિઘ્ધી ગણાય હતી.

શોધ-સંશોધનકર્તા પ્રથમ પ્રાણીઓ ઉપર અખતરા કે સંશોધન કરી બાદમાં માણસ ઉપર તેની ટ્રાયલ કરતાં હોય છે. તેમાં પણ તેને મંજુરી મેળવવી પડતી હોય છે. રોગ સામેની દવા કે રસી બનાવવા માટે પણ વર્ષોથી માનવ જાતના કલ્યાર્થે વૈજ્ઞાનિકો દિવસ-રાત મહેનત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.