Abtak Media Google News

૧૨૫ વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી વિવિધ વૈજ્ઞાનિક કૃતિઓ નિહાળી ઉપસ્થિત મહાનુભાવો થયા અભિભૂત

ઓખા નગરપાલિકા સ્કુલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના કલાસરૂમમાં વિજ્ઞાનનું પ્રદર્શન યોજાયું હતું. વિદ્યાર્થીઓએ વિજ્ઞાન શિક્ષકોના માર્ગદર્શનથી વિજ્ઞાનને લગતા પ્રયોગો અને મોડેલો રજુ કર્યા હતા. આ પ્રદર્શનમાં કુલ ૧૨૫ જેટલા વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પાલિકાના પ્રમુખ ચેતનભાઈ માણેક અને ઉપપ્રમુખ ચેતનભાઈ માવાણી તથા સદસ્યો તેમજ સેનેટરી ઈન્સ્પેકટર રાજેશભાઈ માણેક ખાસ હાજર રહ્યા હતા. આચાર્ય મહેન્દ્રસિંહ જાડેજાએ સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.