Abtak Media Google News

“ભાષાઓ સમાજની આત્મા છે, જે માણસની લાગણી તેમજ વિચારધારામાં સંસ્કારોનું સિંચન કરે છે

માતૃભાષાને સમર્થન આપવા તેમજ તેને પ્રોત્સાહન આપવા મુદ્દે શનિવારના રોજ ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ બધાંજ રાજયોમાં સ્કુલ શિક્ષણ અંતર્ગત માતૃભાષા ફરજિયાત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. જેની સુચના ડો.ભિમરાવ આંબેડકર ઓપન યુનિવર્સિટી તેમજ ઈંદિરા ગાંધી નેશનલ યુનિવર્સિટી દ્વારા યોજાયેલ “ધ જર્ની ઓફે લેંગવેજીસ કોન્ફરન્સના ઉદ્ઘાટનમાં તેમણે સૂચના આપી હતી. આપણી ભાષાઓ સમાજની આત્મા છે, જે માણસના અસ્તિત્વની સાથે સંસ્કારોની જોડણી કરે છે, તેમજ લાગણી, વિચારો તેમજ વિચારબધ્ધ કલ્પનાશક્તિનું સિંચન કરે છે, સમાજમાં માતૃભાષાનું અને‚ મહત્વ છે, માતૃભાષા ભારતીય સંસ્કૃતિ તેમજ દેશની નાગરિકતા માટે સંસ્કારોને વેગ આપે છે.

ઉચ્ચતર શિક્ષણ તેમજ સ્વદેશી ભણતરના નામે માતા-પિતા બાળકોને અંગ્રેજી શાળાઓમાં મોકલતા થયા છે ત્યારે તેજ બાળક તેમની માતૃભાષામાં નબળું રહે છે જે ખુબજ જોખમી છે તેવું તેમણે આરઓ-આરઓના ઉદ્ઘાટનમાં ઓકટોબર ૨૩ના રોજ જણાવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ બાદ હવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ આરઓ-આરઓ કોન્ફરન્સમાં ચૂંટણી પૂર્વ હાજરી આપશે.

આ પૂર્વ આ કોન્ફરન્સ ઓકટોબર ૧૭ના રોજ યોજવાની હતી જેની તારીખ બાદમાં બદલવામાં આવી હતી. જે દહેજ તેમજ ત્રીપલ તલાક જેવી તકલીફોના વિચાર વિમર્ષ માટે સંચાર‚પ બનશે, સ્વરાજના જણાવ્યા પ્રમાણે તેમણે ત્રિપલ તલાક માટેની ૧૩૦૦ વર્ષ જુની સમસ્યાઓનું નિવારણ કર્યું છે. સમાજમાં અમુક સુધારાઓની જ‚ર હતી માટેતેનો નિકાલ કરવામાં આવ્યો છે. નામે બાલ વિવાહ, સતિપ્રથા તેમજ મહિલાઓને શિક્ષણથી વંચિત રાખવામાં આવે છે જે સમાજ માટે ગંભીર સમસ્યાઓ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.