Abtak Media Google News

સીઆઈડી ક્રાઈમે કારખાનામાં દરોડો પાડી રૂ.૭૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો: એકની શોધખોળ

શાપર-વેરાવળમાં આવેલા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ફેકટરીમાં જે.કે.સિમેન્ટના માર્કાવાળી થેલીઓમાં ગેરકાયદે સિમેન્ટનું પેકેઝીંક કરી તેને બજારમાં ધાબડી દેવાનું કૌભાંડ ચાલતું હોવાની સીઆઈડી ક્રાઈમની બાતમીના આધારે સીઆઈડી ક્રાઈમની ટીમે દરોડો પાડી ફેકટરીના ૪ પૈકી ત્રણ ભાગીદારોને દબોચી લીધા હતા અને રૂ.૭૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરી એકની શોધખોળ આદરી છે.

શાપર-વેરાવળમાં આવેલી સ્વસ્તીક ઈન્ડસ્ટ્રીઝમાં સિમેન્ટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ કંપનીના ભાગીદાર પોતાની સિમેન્ટને જે.કે.સિમેન્ટના માર્કાવાળી પ્લાસ્ટીકની થેલીમાં ગેરકાયદે પેકેઝીંગ કરતા હોવાની મળેલી ફરિયાદના પગલે સીઆઈડી ક્રાઈમના અધિકારી વિરેન્દ્ર યાદવ સહિતની ટીમે સ્વસ્તીક ઈન્ડ.માં દરોડો પાડયો હતો.

દરમિયાન ફેકટરીમાંથી જે.કે.સિમેન્ટના માર્કાવાળી થેલીમાં સિમેન્ટ ભરેલી હતી.આ ઉપરાંત જે.કે.સિમેન્ટના માર્કાવાળી ખાલી થેલીઓ પણ મળી આવી હતી.

જેના પગલે સીઆઈડી ક્રાઈમે દિવ્યેસ ઠાકરશીભાઈ પાનસુરીયા, વ્રજલાલ વલ્લભભાઈ ચીખલીયા, પરસોત્તમ પોપટભાઈ ગોંડલીયા નામના ત્રણ ભાગીદારોની ધરપકડ કરી ફેકટરીમાં રહેલોરો-મટીરીયલ્સ સહિતનો ૭૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે ચોથા ભાગીદાર અમિત ભાદા અકબરીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

પોલીસ કોપીરાઈટ અને છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધી આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું નએ કયાં કયાં માલનું વેંચાણ કર્યું તે મુદ્દે વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.