હવે પ્રતિક ગાંધી બોલીવૂડનો નવો ચેહરો, આ જાણીતી અભિનેત્રી સાથે દેખાશે

પાછલા વર્ષે આવેલી વેબ સીરીઝ સ્કેમ ‘1992: ધ હર્ષદ મેહતા સ્ટોરી’માં પ્રતીક ગાંધીના પરફોર્મેન્સને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ સીરીઝ બાદ પ્રતીકને જોયા બાદ ફેન્સ તેને બોલીવૂડ ફિલ્મોમાં લીડ રોલમાં જોવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યાં હતાં. તેમને ઘણી ફિલ્મોની ઓફર્સ આવી છે. ધણા મોટા પ્રોજેક્ટ્સ તેમણે સાઈન પણ કર્યા છે. પરંતુ આ બધામાં સૌથી ખાસ છે તાપસી પન્નુ સાથે તેની આવનારી ફિલ્મ.

માહિતી અનુસાર, સિદ્ધાર્થ રોય કપૂરના પ્રોડક્શુમાં બનનારી ફિલ્મ ‘વો લડકી હે કહા?’માં પ્રતીક તાપસીના ઓપોઝીટ નજર આવશે.

આ ઈનવેસ્ટિગેટિવ કોમેડિ ફિલ્મને અરશદ સયેદ ડાયરેક્ટર કરશે, જે સેન્ટ્રલ ઈન્ડિયા પર આધારિત હશે.ફિલ્મમાં તાપસીને નિડર, દમદાર કોપની ભૂનિકામાં હશે. સાથે પ્રતીક એક જિદ્દી,આશિક મિજાજ વ્યક્તિના રોલમાં હશે. આ બન્નેની જર્ની ફિલ્મમાં જવા મળશે.

જોકે આ ફિલ્મ સાથે અરશદ સયેદ પોતાનું ડાયરેક્ટોરિયલ ડેબ્યુ કરી રહી છે. આ પહલે તેમણે અદાલત,સ્ટુડન્ટ ઓફ ધ યર-2 અને બ્રીદ:ઈન્ટૂ ધ શૈડો જેવી ફિલ્મોની કહાની લખી હતી. હવે તે પ્રતીક અને તાપસીની ફિલ્મ ‘વો લડકી હે કહા?’સાથે ડાયરેક્શનમાં એન્ટ્રી કરવા જઈ રહ્યાં છે.

Loading...