Abtak Media Google News

નાણાની અન્ય હેતુમાં વાપરાવાનું બિલ પાસ કરાવવા ભાજપના ધારાસભ્યને મત આપવા અંગે અપીલ કરાશે.

અનુસુચિત જાતિ તથા અનુસુચિત જનજાતિ માટે તેમની વસ્તીના ધોરણે રાજયના અંદાજ પત્રમાં નાણા ફાળવવા પરંતુ અનુસુચિત જન જાતિ માટે તેમની વસ્તીના પ્રમાણમાં પૈસા ફાળવવામાં આવતા નથી. અંદાજ પત્રમાં પૈસાની ફાળવણી થાય પછી નકકી કરેલા હેતુ પ્રમાણે પૈસા વાપરવામાં આવતા નથી.

અંદાજપત્રમાં પૈસાની ફાળવણી થાય પછી નકકી કરેલા હેતુ પ્રમાણે પૈસા વાપરવાના થાય. અનુસુચિત જાનિ-જનજાતિ ના સંદર્ભમાં એવું બન્યું છે. કે તેમના માટે નાણા ઓછા ફાળવવામાં આવે છે. અને જે ઓછી રકમ ફાળવાઇ છે તે પણ પુરી વાપરવામાં આવતી નથી. તથા અનુસુચિત જાન જનજાતિ ના વિકાસ માટે ના નાણા અન્ય હેતુ માટે વાપરી નાખવામાં આવ્યા છે. જેના કારણે આજે પણ દલીલો અને આદિવાસી સમાજની સ્થિતિ દયાજનક છે.

છેલ્લા ઘણાં વર્ષોથી બુઘ્ધિજીવીઓ તત્વચિંતકો તથા વિવિધ પક્ષોના રાજકીય પ્રતિનિધિઓ ગુજરાતમાં પણ આ પ્રકારના કાયદા માટે રજુઆતો કરી રહયા છે. ૧૪મી વિધાનસભાના પ્રથમ સત્રમાં આ પ્રકારના કાયદા માટે વિધેયક ગુજરાત અનુસુચિત જાતિ આદિ જાતી યોજના બાબતે વિધેયક ૨૦૧૮ દાખલ કરવામાં આવેલું છે.Img 20181105 Wa0019 આ વિધેયક વિધાનસભામાં પ્રસાર કરવાના હેતુથી કોંગ્રેસ એસ.સી. અને એસ.ટી. ડિપાર્ટમેન્ટ દ્વારા રાજયભરમાં જાગૃતતા લાવવા અંતર્ગત કોંગ્રેસ એસ.સી. સેલના પ્રમુખ નૌશાદ સોલંકી દ્વારા રાજકોટ ખાતે દલીત-આદિવાસી અગ્રણીઓની ઉ૫સ્થિતિમાં બેઠક બોલાવવામાં આવી હતી અને એસ.સી. અને એસ.ટી. ની યોજનાના નાણાનો અન્ય હેતુમાં  ઉપયોગ કરી અને ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થતો નહીં હોવાનું જણાવ્યું હતું.

વધુમાં નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું તા.૧૪ નવેમ્બરના રોજ સર્વે સમાજના જુદા જુદા સંગઠનનો અને અગ્રણીઓ ધારાસભ્ય લાખાભાઇના નિવાસ સ્થાન નજીક વિશાળ સભા કરી ધારાસભ્ય લાખાભાઇનું સન્માન કરી એસ.સી, એસ.ટી. ના મત આપી બીલ પાસ કરવામાં સહયોગ આપવાની અપીલ કરવા વિનંતી કરવામાં આવશે.આ તકે કોંગ્રેસ અગ્રણી સુરેશ બથવાર, નરેશ સાગઠીયા, માધુભાઇ ગોહેલ અને નરેશ પરમાર સહીતના અગ્રણીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.