Abtak Media Google News

180 દિવસથી 1 વર્ષ સુધીની સ્થિર થાપણો પર બેંક 5.80 ટકા વ્યાજ આપશે

દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબુત બનાવવા અને બજારમાં તરલતા લાવવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. સાથોસાથ કેનદ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે 5 ટ્રિલીયન ડોલર ઈકોનોમી અને 8 ટકા જીડીપી ગ્રોથને હાંસલ કરવા માટેના જે પગલાઓ લેવામાં આવી રહ્યા છે તેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે સાંપ્રત પરિસ્થિતિમાં સરકારે અનેકવિધ હકારાત્મક પગલાઓ લઈ રહી છે ત્યારે દેશની અર્થવ્યવસ્થાને સુધારવા માટે અને વધુ મજબુત બનાવવા માટે બેંકો પણ સહભાગી થઈ રહી છે.

દેશની સૌથી મોટી સરકારી બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)ના ગ્રાહકોને આંચકો લાગ્યો છે કારણકે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેની રીટેલ ટર્મ ડિપોઝીટ પર 15 બેઈજીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે ત્યારે આગામી વ્યાજના નવા દરો 10 જાન્યુઆરી 2020થી અમલી બનાવવામાં આવ્યા છે ત્યારે આ ટર્મ ડિપોઝીટની સમય અવધી એક વર્ષથી લઈ 10 વર્ષ સુધીની રહેશે. બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર ફિકસ ડિપોઝીટ પરના વ્યાજદરને એક વર્ષથી ઘટાડીને 10 વર્ષ કરી છે જેમાં 6.25 ટકાથી ઘટાડી વ્યાજદર 6.10 ટકા કરી દેવામાં આવ્યો છે જે કોઈ સ્થિર થાપણો 7 દિવસથી લઈ 45 દિવસ અને 46 દિવસથી 179 દિવસ સુધીનાં સમયગાળા માટે સ્થિર થાપણો માટે બેંકે અનુક્રમે 4.50 ટકા અને 5.50 ટકાનો વ્યાજદર ઓફર કર્યો છે. વ્યાજદર 180 દિવસ અને 1 વર્ષ કરતા ઓછા સમયગાળા માટે જમા કરાયેલ સ્થિર થાપણો પર ઉપલબ્ધ રહેશે.

Rajani

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સિનીયર સીટીઝન્સને બેંક 50 બેઈજીસ પોઈન્ટનો વધારો કરી વ્યાજ આપશે જેમાં વરિષ્ઠ નાગરિકોને 1 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની પાકતી સ્થિર થાપણો પર 6.60 ટકાના દરે વ્યાજ મળવાપાત્ર રહેશે. ગત માસે બેંક તેના બાહ્ય બેંચ માર્ક આધારિત દરને 25 બેઈજીસ પોઈન્ટ ઘટાડીને વાર્ષિક 8.05 ટકાથી ઘટાડી 7.80 ટકા કર્યો છે ત્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને અન્ય બેંકોએ પણ હોમ લોન રેટમાં 8.50 ટકાથી ઘટાડી 7.90 ટકા કરવાનો નિર્ણય લીધેલ છે. ભારત દેશની સૌથી મોટી સરકારી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 1લી જુલાઈ 2019થી હોમ લોનમાં ફલોટીંગ રેટ લાગુ કર્યો છે. બેંકે લેન્ડીંગ રેટમાં કુલ 8 વખત ઘટાડો કર્યો છે ત્યારે વર્ષ 2019-20 દરમિયાન હાલ એમસીએલઆર એટલે કે માર્જનલ કોસ્ટ ઓફ ફંડ 7.90 ટકા પર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.