Abtak Media Google News

સીસીટીવી કેમેરામાં મહિલા કેદ: પોલીસે વધુ તપાસ હાથધરી

હળવદની બેંકમાં ભીડનો લાભ લઈને એક મહિલાએ ૫૦ હજારની રકમ સેરવી લીધી હોય અને બેન્કના સીસીટીવી કેમેરામાં મહિલા કેદ થઈ છે. જે ફુટેજને આધારે પોલીસે વધુ તપાસ ચલાવી છે.

હળવદની એસબીઆઈ બેંકમાં એક મહિલા ૫૦ હજાર રૂપિયાની રકમ સેરવી ગઈ હોય જે અંગે બેંકના સીસીટીવી ફુટેજ ચેક કરવામાં આવતા મહિલા કેમેરામાં કેદ થઈ છે અને ભીડનો લાભ લઈને મહિલા થેલીમાંથી ૫૦ હજારની રકમ સેરવી ગઈ હોય તે સ્પષ્ટ થયું છે ત્યારે પોલીસે સીસીટીવી ફુટેજને આધારે વધુ તપાસ ચલાવી છે અને મહિલાને ઝડપી લેવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

જોકે હળવદમાં વધતા જતા ચોરીના બનાવોથી તેમજ ધોળે દિવસે બેંકમાંથી રોકડ રકમ સેરવી લેવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. થોડા દિવસો પૂર્વે મોરબીની બેંક ઓફ બરોડામાંથી પણ રકમ સેરવી લીધાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જોકે તેના આરોપી હજુ સુધી પોલીસને હાથ લાગ્યા નથી ત્યારે હળવદ બેંકમાં ચોરી કરનાર મહિલાને પોલીસ ઝડપી લે છે કે પછી કેમેરા ધોળા હાથી સાબિત થાય છે તે જોવાનું રહ્યું ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.