Abtak Media Google News

અબતકની મુલાકાતે આવેલા અંજુબેન પાડોલીયા દ્વારા આયોજન: અબતકને આપી વિસ્તૃત માહીતી

બેટી બચાવોના મુખ્ય ઉદેશ સાથે એક ઇવેન્ટનું આયોજન અંજુ પાડોલીયા દ્વારા કરવામાં આવ્યું છે. જે પછાત વર્ગના બહેનો માટે કરવામાં આવ્યું છે. બેટી બચાવોનું નાટક જે અંજુ પાડોલીયાએ લખ્યું છે અને લોકો સુધી એક મેસેજ પહોચાડવાની છે કે જો સ્ત્રી ચાહે તો શું ન કરી શકે. આજના દિવસમાં પણ સ્ત્રી સાથે ઘણા અપબનાવ બનતા હોય છે જે આપણે માટે શરમજનક છે. ત્યારે આ તમામ સમાજમાં બનતી વાસ્તવિત ને આ બેટી બચાવોના નાટકમાં આવરી લેવામાં આવી છે.આ નાટક પ્રોજેકટ દ્વારા રાજકોટ શહેરના મુખ્ય માર્ગો પર બતાવવામાં આવશે અને લોકોમાં એક અવેરવેસ આવશે કે સ્ત્રી સાથે જે કાંઇ વર્તન થઇ રહ્યું છે એ ખરેખર શરમજનક છે. ત્યારબાદ બીજો હેતુ ઇવેન્ટનો એ છે કે હેમુ ગઢવી હોલ ખાતે પછાત વર્ગના બહેનો તેમજ ઓપન ફોર ઓલ માટે એક રેમ્પ વોકનું આયોજન કરેલું છે. જેથી એ બહેનોને આ સ્ટેજનો લાભ મળે અને એ સમાજમાં પ્રભુત્વ મેળવે. અને તેના માટે જે આ ઇવેન્ટમાં ભાગ લેશે તેને ૫૦૦ બ્યુટી પ્રોડકટ આપવામાં આવશે. જેનો મુખ્ય ઉદેશ બિમારી હટાવો અને બેરોજગારી હટાવો તે રહેશે. આ તમામ પાર્ટીસીપેટ એ ભરેલી ‚ા ૫૦૦ ની ફીની સામે  ૫૦૦ ની ગીફટ આપવામાં આવશ અને એટલું જ નહી એ તમામ ભાગ લેનારની આવેલી ફીમાંથી ‚ા ૨૦ હજારનો લકકી ડ્રો કરવામાં આવશે આ ઇવેન્ટનો મુખ્ય ઉદેશ રહેલો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.