Abtak Media Google News

ગરૂડની ગરબીનું સત: બાળકોને ગરૂડમાં બેસાડવાથી આખું વર્ષ તેઓ ભયમુકત રહે છે

શહેરમાં અનેક જગ્યાઓએ પ્રાચીન ગરબીઓ થઇ રહી છે અને તેમાં ભાગ લેતી બાળાઓ દ્વારા વિવિધ પ્રકારના રાસ રજુ કરવામાં આવે છે. ત્યારે શહેરની ભાગોળે ગરૂડની ગરબીમાં બાળાઓએ અનેક વિવિધ પ્રાચીન રાસ રજુ કરવામાં આવ્યા હતા. અને ગરૂડની ગરબી શહેરની અતિ જુની અને પરંપરાગત ગરબી છે જેમાં ગરૂડનું ખાસ મહત્વ છે અને બાળાઓ દ્વારા ચામુંડા રાસ અને મારી લાડકી રે… ગીત પર રાસ રજુ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા અને જેને નિહાળવા માટે શહેરીજનો મોટી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા.ગરૂડ ગરબીના ખજાનચી એવા અજયભાઇ ભટ્ટીએ ‘અબતક’સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગરૂડની ગરબી રાજકોટની અતિ જુની અને પ્રાચીન ગરબી છે. છેલ્લા ૧૨૦ વર્ષથી આ ગરબીનું આયોજન કરવામાં આવે છે. અમારી વિશેષતા એ જ છે કે ગરૂડ જયારે ઉ૫રથી ઉતરે છે તેમાં રોજના ૩૦૦ બાળકો ભાગ લે છે. અને એવું માનવામાં આવે છે કે બાળકોને ગરૂડમાં બેસાડવાથી આખા વર્ષ દરમીયાન કોઇ ભય નથી લાગતો તે વિશેષતા છે.  આ ઉપરાંત અમારી ગરબીનો મહાકાળી રાસ સૌરાષ્ટ્રનો નંબર વન રાસ છે.આ ઉપરાંત મેલડીમાંનો રાસ, ત્રીશુલ રાસ અને ખાસ તો મારી લાકડી ગીત પર અમો બાળાઓને રાસ કરાવી છીએ. એ સિવાય રીટર્ન ઉલાળીયો, સમોસા રાસ અમારી ગરબીના પ્રખ્યાત રાસ છે. અત્યારે માણસોદ અર્વાચીન ગરબી તરફ વળ્યા છે. ત્યારે અમે ગૌરવ અનુભવીએ છીએ કે પ્રાચીન ગરબી કરવાનો અમોને અવસર મળ્યો છે. અને લોકો પ્રાચીન ગરબીને તન, મન, ધનથી સહયોગ આપે તો આ ધાર્મિક કાર્ય ચાલતું જ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.