સાવરકુંડલામાં કોમી અથડામણ: પથ્થરમારો કરતા ટોળા વિખેરવા ટીયરગેસ છોડયો: ચારની અટકાયત

1091
savarkundla-latest-news-police-push-teargas-for-control-the-situation

બાવાજી સગીરા પર બળાત્કાર ગુજારનાર મુસ્લિમ શખ્સને લમધારતા કોમીતંગદીલી સર્જાય: રામ નવમીની ઉજવણી માટે શરૂ કરાયેલા કાર્યલયમાં તોડફોડ અને યુવાનપર હુમલો થતા તંગદીલી: પોલીસના ધાડેધાડા ઉતારાયા: રાતભર અફવાના કારણે તનાવભરી સ્થિતી.

અમરેલી જિલ્લાના સવેદનશીલ ગણાતા સાવરકુંડલામાં બાવાજી સગીરા પર મુસ્લિમ શખ્સે ગુજારેલા બળાત્કારની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. દુષ્કર્મ આચરનાર મુસ્લિમ શખ્સને ટોળાએ માર મારતા મુસ્લિમ શખ્સે પોતાના સાગરીતો સાથે મણીભાઇ ચોકમાં રામ નવમીની ઉજવણી અંતર્ગત શ‚ કરાયેલા કાર્યલયમાં તોડફોડ કરી યુવાન પર હુમલો કરવામાં આવતા કોમી તનાવ સર્જાયો હતો અને આજુબાજુની દુકાનો ટપોટપ બંધ થઇ ગઇ હતી. પરિસ્થિતી બેકાબુ બનતા પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા અને ત્રણ રાઉન્ડ ટીયરગેસ છોડી વિફરેલા ટોળાને પોલીસે વિખેરી એસઆરપીનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રાતભર અફવાના કારણે સવારે પણ દુકાનો બંધ રહી હતી. પોલીસે ચાર શખ્સોની અટકાયત કરી રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ ગોઠવી બંને સમાજના આગેવાનો સાથે બેઠક યોજવા પોલીસ દ્વારા પ્રયાસો થઇ રહ્યા છે. જિલ્લા પોલીસ વડા જગદિશ પટેલે બંને સમાજના આગેવાનોને શાંતિ જાળવવા અને ખોટી અફવામાં ન આવવા અપીલ કરી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાવર કુંડલાના હાથસણી રોડ પર રહેતા બાવાજી પરિવારની સગીર વયની બાળા પર નેસડી રોડ પર રહેતા ઝાકીર દિલુ ભટ્ટી નામના મુસ્લિમ યુવાને ઘરમાં ઘુસી મોઢા પર ડુચો દઇ બળાત્કાર ગુજારતા સગીર બાળાએ બુમાબુમ કરતા હાથસણી રોડ પર પાડોશી એકઠા થઇ ગયા હતા અને ઝાકીરને ધોલ ધપાટ કરતા તે ભાગી ગયો હતો.

ઝાકીર ભટ્ટીએ પોતાના સાગરીતોને પોતાને માર માર્યાની જાણ કરતા એક સાથે પાંચ થી છ જેટલા શખ્સો બાઇક પર મણીભાઇ ચોકમાં ઘસી આવ્યા હતા. ત્યાં રામ નવમી નિમિતે નીકળનાર શોભાયાત્રાની તૈયારી માટે શ‚ કરાયેલા કાર્યલયમાં તોડફોડ કરી હકુભા વાળા પર હુમલો કરતા આજુબાજુની દુકાનો ટપોટપ બંધ થઇ ગઇ હતી. સામાપક્ષે પણ ટોળુ એકઠું થઇ જતા બંને તરફ છુટા પથ્થર અને સોડાબોટલના ઘા ફેંકવામાં આવતા કોમી તંગદીલી સર્જાય હતી.

મણીભાઇ ચોકમાં કોમી અથડામણ થયાની પોલીસને જાણ થતા સાવરકુંડલા અને અમરેલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચી પરિસ્થિતી પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો પણ ટોળુ બેકાબુ બની આડેધડ હુમલો કરતું હોવાથી જિલ્લા પોલીસ વડા જગદિશ પટેલ એલસીબી અને એસઓજી સ્ટાફ સાથે સાવર કુંડલા દોડી ગયા હતા અને ત્રણ રાઉન્ડ ટીયરગેસ છોડી વિફરેલા ટોળાને વિખેર્યા હતા.

ફરી અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આમ છતાં ટોળાએ એક પંચરની કેબીન સળાવી નાખી હતી અને અફવાના કારણે અજંપાભરી સ્થિતી રહી હતી. સવારે મોડે સુધી દુકાનો બંધ રહી હતી.

રામ જન્મોત્સવ સમિતિ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી

સાવર કુંડલામાં કોમી અથડામણ અને રામ નવમી નિમિતે યોજાનાર શોભાયાત્રા માટે શ‚ કરાયેલી કાર્યાલયમાં તોડફોડ કરી યુવાન પર થયેલા હુમલાના વિરોધમાં રામ જન્મોત્સવ સમિતિ દ્વારા બાઇક રેલીનું આયોજન કરી નેસડી, કરજાળા, ઓળીયા અને નાના ભમોદ્રા ગામે રેલી ફરી હતી.

Loading...