Abtak Media Google News

વી.ડી. ઘેલાણી મહિલા કોલેજમાં ૧૫/૨/૨૦૧૯ ના રોજ રંગોળી તથા કલેકશન ની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રંગોળીમાં ૧૬ વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો. જુદા જુદા થીમ પર રંગોળી બનાવવામાં આવી હતી. તેમજ કલેકશન માં ૯ વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો. જેમાં સિક્કાઓ, મોતીકામ, ભરતગૂથણ, કાર્ડ, ઔષધિઓ, વનસ્પતિ વગેરેનું કલેકશન કરવામાં આવેલ હતું.

રંગોળી સ્પર્ધામા પ્રથમ ધંધુકિયા હાર્મિતા રસિકભાઈ દ્વિતીય  દૂધાત સ્નેહલ જયસુખભાઈ તથા અંસારી મોસરત  ત્રીજા ક્રમે ગોસાઈ ગોપી સુરેશભાઈ કલેકશન સ્પર્ધામાં પ્રથમ ચોન્ડીગરા જલ્પા બીજા ક્રમે  ઠાકર નેહા ત્રીજા ક્રમે સાકરિયા સેજલે  પ્રાપ્ત કરેલ છે

પ્રા. ડો. પ્રતિમાબેન શુક્લ તથા  પ્રા.કે.બી.પટેલે આ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ઈનચાર્જ પ્રિન્સિપાલ શ્રી ચાવડાસાહેબ નું માર્ગદર્શન તથા સમગ્ર સ્ટાફે કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.