Abtak Media Google News

સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગમાં સોરઠ ટીમનાં હિમાલય બારડે ટુર્નામેન્ટની પ્રથમ અર્ધ સદી ફટકારી

 આઈપીએલ જેવો માહોલ હાલ રાજકોટનાં ખંઢેરી સ્ટેડિયમ ખાતે જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગનું આયોજન વિશેષ‚પથી કરવામાં આવતાં રાજકોટની રંગીલી જનતા તેનો પૂર્ણતહ લાભ ઉઠાવી રહી છે ત્યારે એસપીએલ ટુર્નામેન્ટનાં બીજા દિવસે સોરઠ લાયન્સ અને ઝાલાવાડ રોયર્લ્સ વચ્ચે મેચ રમાયો હતો. સોરઠ લાયન્સનાં ઓપનીંગ બેટસમેન હિમાલય બારડની સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ સિઝન-૧માં પહેલી અર્ધ સદી ફટકારી હતી. ઝાલાવાડ રોયર્લ્સ સામે સોરઠ લાયન્સે ૮ વિકેટે વિજય મેળવ્યો હતો.

ઝાલાવાડની ટીમે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો ત્યારે સોરઠનાં ચેતન સાકરીયા સહિતનાં બોલરોએ શાનદાર બોલિંગ પ્રદર્શન કરતા ઝાલાવાડ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવી ૧૧૭ રન નોંધાવ્યા હતા જયારે ૧૧૭ રનનો લક્ષ્યાંક સર કરવા મેદાનમાં ઉતરેલી સોરઠની ટીમનાં બેટસમેનોએ પ્રારંભથી જ સટાસટી બોલાવી હતી. ૧૭મી ઓવરનાં ત્રીજા બોલે દિવ્યરાજ દ્વારા શાનદાર છગ્ગો ફટકારી લીગની પ્રથમ મેચમાં પોતાની ટીમને જીત અપાવી હતી. ઉચ્ચસ્તરીય પ્રદર્શન કરતા ચેતન સાકરીયાને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.

તેને ૪ ઓવરમાં ૧૬ રન આપી ૪ મહત્વપૂર્ણ વિકેટો પ્રાપ્ત કરી હતી જેમાં ભવ્યેશ, ચિરાગ, પ્રભુ અને ધર્મેન્દ્રએ પણ એક-એક વિકેટ ઝડપી હતી.  બીજી તરફ સોરઠ લાયન્સે પહેલી વિકેટ ૧૯ રન અને બીજી વિકેટ ૫૬ રને ગુમાવ્યા બાદ જીતનો લક્ષ્યાંક પુરો કર્યો હતો. ઝાલાવાડ તરફથી પ્રેરક માંકડ અને સુનિલ યાદવે એક-એક વિકેટ મેળવી હતી. મેચમાં ઝાલાવાડની ટીમે ૧૦ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા હતા. જયારે સોરઠ લાયન્સે ૮ ચોગ્ગા અને ૬ છગ્ગા ફટકાર્યા હતા અને ટીમને વિજય પ્રાપ્ત કરાવ્યો હતો.

એસપીએલની પ્રથમ અર્ધ સદી રહેશે યાદગાર: હિમાલય બારડ

એસપીએલ-૨૦૧૯ની પ્રથમ સિઝનનો બીજો મેચ સોરઠ લાયન્સ અને ઝાલાવાડ વચ્ચે રમાયો હતો જેમાં સોરઠ લાયન્સવતી રમી રહેલાં બેટસમેન હિમાલય બારડે એસપીએલ સિઝનની પ્રથમ અર્ધ સદી ફટકારી હતી. અબતક સાથે ખાસ વાતચીત દરમિયાન હિમાલય બારડે જણાવ્યું હતું કે, ઝાલાવાડની ટીમમાં અનેક દિગ્ગજ ખેલાડીઓ રમી રહ્યા હતા ત્યારે ટીમ પ્લાન અને ટીમ સ્ટ્રેટેજી એ હતી કે, પોતાની નોર્મલ રમત રમવી નહીં કે વિશ્ર્વ સ્તરીય ખેલાડીઓની આભામાં આવી પોતાના ગેમ પ્લાનને બગાડવો. અંતમાં તેમને માહિતી આપતાં જણાવ્યું હતું કે, આવનારા મેચમાં ટીમ દ્વારા રહેલી ક્ષતિઓને પણ દુર કરવામાં આવશે પરંતુ તેમનાં દ્વારા ફટકારવામાં આવેલી અર્ધ સદી યાદગાર બની રહેશે.

ઓવર કોન્ફીડન્સ ઝાલાવાડ રોયર્લ્સ ટીમનાં પરાજયનું કારણ: શિતાંશુ કોટક

ઝાલાવાડ રોયર્લ્સ ટીમનાં કોચ શિતાંશુભાઈ કોટકે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઝાલાવાડ રોયર્લ્સની ટીમમાં સૌથી સારા અને નામાંકિત ખેલાડીઓ રમી રહ્યાં છે ત્યારે એસપીએલમાં તમામ ટીમોની જો સરખામણી કરવામાં આવે તો ઝાલાવાડ રોયર્લ્સ ટીમનું પલડુ ભારે છે પરંતુ ઓવર કોન્ફીડન્સનાં કારણે ટીમની હાર થઈ છે. ઝાલાવાડ રોયર્લ્સ દ્વારા પાવરપ્લેમાં જે રન નોંધાવવા જોઈએ તે નોંધાયા ન હતા. સાથોસાથ વિપક્ષી ટીમની ચુસ્ત બોલીંગ અને લાઈન લેન્થ જાળવી રાખતા ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો ત્યારે બાકી રહેતાં તમામ ૩ મેચો ઝાલાવાડ રોયર્લ્સને જીતવા અનિવાર્ય છે ત્યારે ટીમમાં રહી ગયેલી ક્ષતિઓને બારીકાઈથી જોવામાં આવશે અને તેનો અભ્યાસ કર્યા બાદ તેને કઈ રીતે નાબુદ કરી વધુ મજબુત બની મેદાનમાં પરત ફરશે. કારણકે ટીમમાં ચેતેશ્ર્વર પુજારા, શેલ્ડન જેકસન, સમર્થ વ્યાસ જેવા ખેલાડીઓ હોવા છતાં પણ જો ટીમ વિજય પ્રાપ્ત ન કરી શકે તો તેનું એક મુખ્ય કારણ ઓવર કોન્ફીડન્સ જ હોય શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.