સૌરાષ્ટ્રને પહેલીવાર રણજી ચેમ્પિયન બનાવનાર જયદેવ ઉનડકટે કરી સગાઇ

“જયદેવ ઉનડકટને તેના જીવનનો પ્રેમ મળ્યો.”

સૌરાષ્ટ્રને પહેલી વાર રણજી ટ્રૉફી અપાવનાર 28 વર્ષના ફાસ્ટ બૉલર જયદેવ ઉનડકટે રવિવારે સગાઇ કરી લીધી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાના સગાઈની ફોટા શૅર કરી છે. ફોટાની સાથે સાથે તેણે કૅપ્શનમાં લખ્યું છે કે, “છ કલાક, બે પ્લેટ ભોજન અને પછી એક શૅર કરેલું મડ કેક” શૅર કરી છે.ઉનડકટે કોની સાથે સગાઇ કરી છે તેનો ખુલાસો પોતાના ટ્વીટમાં નથી કર્યો. પણ તેની ટીમના સાથી ખેલાડી ચેતેશ્વર પુજારાએ જયદેવની મંગેતરના નામનો ખુલાસો કર્યો છે. પુજારાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “પરિવારમાં તમારું સ્વાગત છે રિન્ની. મને ખૂબ જ ખુશી છે કે મારા ભાઈ જયદેવ ઉનડકટને તેના જીવનનો પ્રેમ મળ્યો.”

જયદેવ ઉનડકટની કૅપ્ટનશીપમાં સૌરાષ્ટ્ર પહેલીવાર રણજી ટ્રૉફી પોતાને નામે કરી શક્યું છે. 70 વર્ષમાં સૌરાષ્ટ્ર પહેલીવાર રણજી ટ્રૉફી જીત્યું છે. સૌરાષ્ટ્રના આ વિજયમાં કૅપ્ટન ઉનડકટની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી.

Loading...