Abtak Media Google News

લોકડાઉનમાં લોહીની અછત વચ્ચે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, પ્રશીલ પાર્ક, ગ્રીન એવન્યુ સહિતની ૧૦ સોસાયટીમાં બે દિવસમાં

એક હજારથી વધુ બોટલ રકત એકત્ર: પાંચ હજાર બોટલ રકત એકત્ર કરવાનો નિર્ધાર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજકોટના થેલેસેમિયા પીડીત તથા અન્ય બીમારીથી પીડીત દર્દીઓની લોહીની જરુરીયાતને પરિપુર્ણ કરવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું માઈક્રો પ્લાનિંગથી આયોજન કરવામાં આવેલ હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ તથા પ્રશીલ પાર્ક સોસાયટી, ગ્રીન એવન્યુ, સંજય વાટીકા સહીતની ૧૦થી વધુ સોસાયટીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પૂર્ણ થયું છે.

Vlcsnap 2020 04 06 14H06M00S96

હજુ આગામી ૮ દિવસ સુધી આ કેમ્પ ચાલશે જેમાં ૫૦૦૦ જેટલી બોટલ રક્ત એકત્ર થનાર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજરોજ બ્લડ ડોનેશન કેમ્પમાં ૯૭ બ્લડની બોટલો તેમજ પ્રશીલ પાર્ક સોસાયટીમાં મળીને કુલ અંદાજીત ૧૫૦ બ્લડની બોટલો એકત્રિત કરવામાં આવેલ હતી.

Vlcsnap 2020 04 06 14H05M47S245

જ્યારે સોમવારે અને આજે થઈ કુલ ૧૦૦૦થી વધુ બોટલ રક્ત એકત્ર થવા પામ્યું છે.આ તમામ બ્લડ ડોનેશન કેમ્પમાં કલમ ૧૪૪ નો ભંગ ન થાય તે પ્રમાણેનું આયોજન કરવામાં આવેલ હતું.

Vlcsnap 2020 04 07 14H17M22S008

આ પ્રસંગે કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણી, સિન્ડિકેટ સભ્ય  ડો.મેહુલભાઈ રુપાણી, ડો.નેહલભાઈ શુકલ, ડો.ગીરીશભાઈ ભીમાણી, ડો.ભાવીનભાઈ કોઠારી, ડો.ધરમભાઈ કાંબલીયાની વિશેષ ઉપસ્થિતિ અને પ્રો. નીકેશભાઈ શાહ,  ડો. મનીષભાઈ શાહ, ડો. મહેશભાઈ જીવાણી, ડો. નીલેશભાઈ સોની, કર્મચારી રીક્રીએશન ક્લબના મહામંત્રી ઈન્દુભા ઝાલા, હાર્દિક ગોહિલ સહિતના સૌ યુનિવર્સિટી ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

Vlcsnap 2020 04 06 14H05M41S183

પ્રશીલ પાર્ક સોસાયટીમાં આયોજીત કેમ્પમાં ડો.નીલાંબરીબેન દવે, ડો.કલાધરભાઈ આર્ય, ડો.આલોકકુમાર ચક્રવાલ, ડો.એન.કે.ડોબરીયા, કુલસચિવ ડો.રમેશભાઈ પરમાર, હર્ષવર્ધનસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ભગત, મહિરભાઈ કનેરીયા, સુધીરભાઈ રૂપારેલીયા, દેવભાઈ ત્રિવેદી, નયનભાઈ કાલરીયા, મનીષભાઈ જોશી, યશવંતસિંહ રાઠોડ, રમેશભાઈ કોઠારી, પ્રવિણભાઇ પટેલ, મનીષભાઈ ઓઝા, વાજસીભાઈ ઓડેદરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.