Abtak Media Google News

લાખ પુસ્તકો ધરાવતી લાયબ્રેરીનું 10 કરોડના ખર્ચે થશે નિર્માણ

યુપીએસસીની પરીક્ષા માટે સૌરાષ્ટ્રના વિધાર્થીઓને સચોટ માર્ગદર્શન આપવાનું આયોજન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દેશની પ્રથમ સ્પર્ધાત્મક પરીક્ષા માટેની લાયબ્રેરી ચાલુ થશે. રૂપિયા 10 કરોડના ખર્ચે શરૂ થનાર આ લાઇબ્રેરીમાં એક લાખથી પણ વધારે પુસ્તકો વિદ્યાર્થીઓને વાંચન માટે મુકવામાં આવશે હાલ આ બિલ્ડીંગ બનાવવાની કામગીરી ચાલુ છે ભવિષ્યમાં સૌરાષ્ટ્રમાંથી આઇએએસ અને આઇપીએસ બહાર પડે અને તેમને યુનિવર્સિટીમાં જ તાલીમ મળી રહે તે પ્રકારનો પ્રયાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે

Img 20180830 141837સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.નિલંબારીબેન દવેએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે દેશની પ્રથમ લાઇબ્રેરી નિર્માણ પામી રહી છે વર્ષ 2015-16માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કરિયર કાઉન્સિલ વિભાગ દ્વારા રાજ્ય સરકારને એક દરખાસ્ત મુકવામાં આવી હતી જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તાલીમ મળી રહે તેવું આયોજન છે. યુપીએસસી,બેન્કિંગ ,પોસ્ટ સહિતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે જેમાં એક લાખથી વધારે પુસ્તકો 101 સાથે વાંચી શકે તે પ્રકારની અધ્યતન લાઇબ્રેરી શરૂ થશે.

આ લાઇબ્રેરી ગ્રીન બિલ્ડિંગ તરીકે નિર્માણ પામશે.જેમાં સૂર્યપ્રકાશની હવાઉજાસ રહેશે જેનાથી વર્લ્ડ બેંકની ગ્રાન્ટ યુનિવર્સિટીને મળે તેવી સંભાવના પણ હાલ લાગી રહી છે. ભવિષ્યમાં આ લાઈબ્રેરીને આઇએએસ સેન્ટર તરીકે નિર્માણ કરવાનું આયોજન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.