Abtak Media Google News

ઝભ્ભા-કોટી-શુરવાલ લાંબા ટૂંકા હોવાથી અન્ય સિન્ડીકેટ સભ્ય-ડીને નાણા નથી ચુકવ્યા: ઝભ્ભા-કોટીનું કુલ બીલ રૂ.૧.૮૫ લાખ !

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ૫૪માં પદવીદાન સમારોહ માટે યુનિવર્સિટીનાં સત્તાધીશોએ જુદી-જુદી ફેકલ્ટીનાં ડીન, સિન્ડીકેટ સભ્યો અને ગોલ્ડ મેડાલીસ્ટ વિદ્યાર્થીઓ માટે ઝભ્ભા-કોટી-શુરવાલ એક સરખા બનાવવાનો નિર્ણય કર્યો હતો અને તેનો ખર્ચ યુનિવર્સિટી વિદ્યાર્થી વિકાસ ફંડમાંથી ખર્ચવાનો હતો પરંતુ આ મામલે વિવાદ થતાં સત્તાધીશોએ પોત-પોતાનાં કોટી-કુર્તાનાં પૈસા પોતે જ ચુકવશે તેવો નિર્ણય કર્યો હતો પરંતુ આ નિર્ણય યુનિવર્સિટીને માથે પડયો હોય અને પદવીદાન સમારોહનાં ૫ દિવસ વિતી ગયા હોવા છતાં પણ વીસી-પીવીસી સહિત સાત સભ્યોએ કોટી-ઝભ્ભાનાં નાણા ચુકવ્યા છે. તેમાં અન્ય સિન્ડીકેટ સભ્યો અને ડીને ઝભ્ભા-કોટી-શુરવાલ લાંબા-ટુંકા હોવાનાં બહાના કરીને નાણા ચુકવ્યા નથી.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ૫૪માં પદવીદાન સમારોહમાં સત્તાધીશોએ અને ગોલ્ડ મેડાલીસ્ટ વિદ્યાર્થીઓ માટે ઝભ્ભા-કોટી એક સરખા પહેરવાનો નિર્ણય કર્યો હતો અને આ માટે ખર્ચ પોતે જ ચુકવશે તેવું નકકી કરવામાં આવ્યું હતું જોકે હવે પદવીદાન સમારોહનાં ૫ દિવસ વિતી ગયા હોવા છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડો.પેથાણી, ઉપકુલપતિ ડો.દેસાણી, રજીસ્ટાર ડો.રમેશ પરમાર, પરીક્ષા નિયામક ડો.અમિત પારેખ, સિન્ડીકેટ સભ્ય ડો.મેહુલ રૂપાણી, પ્રફુલાબેન રાવલ અને વિમલ પરમારએ જ ઝભ્ભા-કોટીનાં નાણા ચુકવ્યા હોવાનું બહાર આવ્યું છે. અન્ય સિન્ડીકેટ સભ્યો અને ડીને કોટી-કુર્તા લાંબા-ટુંકા સીવ્યા હોવાનું બહાનું કરીને હજુ સુધી પૈસા ચુકવ્યા નથી અને આ ખર્ચ યુનિવર્સિટીની માથે પડયો છે.

7537D2F3 10

પદવીદાન સમારોહમાં શિક્ષણમંત્રી અને રાજયપાલ માટે બે-બે જોડી કોટી, વીસી-પીવીસી, સિન્ડીકેટ સભ્ય, ડીન અને ગોલ્ડ મેડાલીસ્ટ વિદ્યાર્થીઓ સહિત કુલ ૮૭ જોડી ઝભ્ભા, કોટી અને શુરવાલ સીવડાવવા માટે આપ્યા હતા. આ તમામ ૮૭ જોડીનો ખર્ચ કુલ રૂ.૧.૮૫ લાખ થયો છે. જોકે ૭ સભ્યોનાં પૈસા આવી ગયા છે, અન્ય સભ્યોનાં પૈસા હજુ સુધી આવ્યા નથી. તે પૈસા કોણ ચુકવશે તે હવે જોવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.